ઉત્તરપ્રદેશમાં આવનારી 2022ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોગી સરકાર મોટા નિર્ણયની તૈયારી કરી રહી છે. અખિલેશ યાદવની વોટ બેંક પર ભાજપની ચાપતી નજર છે. પછાત વર્ગના યાદવ જાતિમાંથી ડેપ્યુટી સીએમ બનાવવાની યોગી સરકાર તૈયારી કરી રહી છે.
સૂત્રોની વાત માનીએ તો ભાજપ ઇટવાહથી સરિતા ભદોરિયા, રાજુ યાદવને સંભાલ અને અયોધ્યા રૂડોલીના ધારાસભ્ય રામચંદ્ર યાદવને ડેપ્યુટી સીએમ બનાવીને યાદવ જાતિના મતને પોતાની તરફેણમાં લાવી શકે છે.
હાલ જોવાનું એ છે કે, પાર્ટી કોને બીજા નાયબ મુખ્ય પ્રધાન બનાવે છે. ભાજપના યુપી પ્રભારી રાધા મોહનસિંહે સમીક્ષા બેઠકમાં ચર્ચા દરમિયાન આ કહ્યું હતું. આ સાથે જ ભાજપના સહયોગી અપના દળના આશિષ પટેલને કેબિનેટ મંત્રી બનાવવાની સંભાવના છે. તે જ સમયે, પાર્ટી રામપતિ શાસ્ત્રી, મુકુટ બિહારી વર્મા, સ્વાતિ સિંહ, નંદગોપાલ નંદીને પ્રધાનમંડળમાંથી વિદાય આપવાની તૈયારી કરી રહી છે.
AMERICA / ફરી ધુણ્યું જીતનું ભૂત..!! ડોનાલ્ડ ટ્રમ્પે જ્યોર્જિયામાં ફરી…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
