Rajkot News/ ભાજપના સદસ્યતા અભિયાને હદ વટાવી,જૂનાગઢના વૃદ્ધને રાજકોટમાં બનાવ્યા ભાજપના સભ્ય

જુનાગઢના ભાજપના સદસ્યતા અભિયાને તો હવે હદ વટાવી દીધી છે… મતલબ જૂનાગઢના વૃદ્ધને રાજકોટમાં બનાવ્યા ભાજપના સભ્ય.

Gujarat Top Stories Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 10 19T133910.117 1 ભાજપના સદસ્યતા અભિયાને હદ વટાવી,જૂનાગઢના વૃદ્ધને રાજકોટમાં બનાવ્યા ભાજપના સભ્ય

Rajkot News: જુનાગઢના ભાજપના સદસ્યતા અભિયાને તો હવે હદ વટાવી દીધી છે… મતલબ જૂનાગઢના વૃદ્ધને રાજકોટમાં બનાવ્યા ભાજપના સભ્ય.નવાઈની વાત છે…ભાજપના વર્તમાન સદસ્યતા અભિયાનમાં રાજકોટમાં આંખના ઓપરેશન માટે હોસ્પિટલમાં આવેલા દર્દીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. સદસ્યતા અભિયાનમાં આડેધડ રીતે સભ્યોની નોંધણી કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા સભ્યપદ નોંધણી માટે રણછોડદાસ આશ્રમનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. મોતી લેવા ગયેલા લોકો સાથે આ ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ જૂનાગઢના એક દર્દી કમલેશ ઠુમ્મરે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. મોતી લેવા ગયેલા લોકો સાથે આ ઘટના બની હતી. કમલેશભાઈ ઠુમ્મર પોતે જૂનાગઢના ખલીલપુર રોડ પર રહે છે અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલમાં મોતિયા કાઢવા માટે ગયા હતા. દર્દીઓને અડધી રાત્રે ઊંઘમાંથી જગાડીને મોબાઈલ નંબર અને ઓટીપી માંગીને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા હતા. દર્દીઓને લાગ્યું કે તેઓ હોસ્પિટલના કર્મચારી છે, તેથી તેમણે OTP આપ્યો અને તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા. 11 વાગે હોસ્પિટલમાં જઈને દર્દીઓના મોબાઈલ નંબર માંગ્યા હતા અને રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર સભ્ય બનાવાયા હતા.

તમને જણાવી દઈએ કે પૂર્વ વિધાનસભા સીટના ધારાસભ્ય ઉદય કાંગર છે. હવે જોવાનું એ રહે છે કે હોસ્પિટલમાં જઈને સભ્યો બનાવનારાઓ સામે કાર્યવાહી થશે કે કેમ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જુનાગઢમાં પ્રેમલગ્ન કરનારા યુવકની હત્યાથી ચકચાર

આ પણ વાંચો:જુનાગઢના વિજાપુરમાં સરપંચ પર હુમલો

આ પણ વાંચો:જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઝૂમ્યા