Junagadh News/ જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઝૂમ્યા

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા (Rajesh Chudasama) ગરબે ઘૂમ્યા હતા. નાના બાળક સાથે સાંસદ ગરબા રમ્યા હતા. ગરબા રમતા સાંસદ રાજેશ ચુડાસમાનો વિડીયો વાઇરલ થયો છે. ચોરવાડમાં કરવામાં આવેલા આયોજનમાં રાજેશ ચુડાસમા ગરબા રમ્યા છે.

Gujarat Others Breaking News

Junagadh News: જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા (Rajesh Chudasama) ગરબે ઘૂમ્યા હતા. નાના બાળક સાથે સાંસદ ગરબા રમ્યા હતા. ગરબા રમતા સાંસદ રાજેશ ચુડાસમાનો વિડીયો વાઇરલ થયો છે. ચોરવાડમાં કરવામાં આવેલા આયોજનમાં રાજેશ ચુડાસમા ગરબા રમ્યા છે. નાના બાળકના ગરબાના સ્ટેપ સમજ જોઈ સાંસદ પણ ખીલી ઉઠ્યા હતા.

રાજકોટ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ગરબે ઘૂમ્યા હતા. ભાજપ પ્રદેશ નાયબ પ્રમુખ ભરત બોઘરા ગરબા ઘૂમ્યા હતા. તેઓ દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા હતા. સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં ભરત બોઘરા ગરબા રમ્યા હતા. સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો સાથે મનમૂકીને ગરબા રમ્યા હતા.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા છે. ઇશ્વરીયા ગામમાં ગરબે રમતા નજરે પડ્યા હતા. ઇશ્વરીયા ગામ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું વતન છે. પોતાના વતનમાં રૂપાલા તબલા અને મંજીરાના તાલ પર ગરબે રમતા નજરે પડ્યા હતા. અમરેલી પાસે આવેલા ઇશ્વરીયા ગામમાં પરસોત્તમ રૂપાલાએ ગરબે રમવાની તક ઝડપી લીધી હતી. ગુજરાતમાં ઘણા મંત્રીઓ નવરાત્રિ દરમિયાન ગરબે ઘૂમતા નજરે પડ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ગરબે ઘૂમતા નજરે પડે છે. તેઓ દર વખતે નવરાત્રિમાં ગરબે રમતા અને ગરબે ઘૂમતા નજરે પડે છે.

ફક્ત રાજકારણીઓ જ નહીં પોલીસ વડા પણ માતાજીના ગરબે ઘૂમ્યા હતા. નવસારીમાં આઇપીએસ દંપતી ગરબે ઘૂમ્યું હતું. પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને તેમના આઇએએસ પત્ની શિવાની અગ્રવાલ ગરબે ઘૂમ્યા હતા. દંપતી પરંપરાગત પરિધાનમાં ગરબે ઘૂમ્યું હતું. આમ નવસારી જિલ્લાના પોલીસ વડાને પણ ગરબાનો રંગ લાગ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં સરકારી નોકરી અપાવવાની લાલચે છેતરપિંડી

આ પણ વાંચો: જૂનાગઢમાં ઇકો સેન્સેટિવ ઝોનનો અનોખો વિરોધ

આ પણ વાંચો: જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો