ishan kishan/ મને ખબર નથી મારી પાસે આવું કેમ થયુઃ ઇશાન કિશન

ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ અને BCCI કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ ઈશાન કિશનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ઈશાન કિશને કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ તેના માટે મુશ્કેલીઓથી ભરેલા હતા. તેણે કહ્યું કે તેની સાથે જે પણ થયું તે તેને આશ્ચર્યમાં મૂકે છે કે તેની સાથે આ બધું કેમ થયું.

Breaking News Sports

મુંબઈઃ ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ અને BCCI કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ ઈશાન કિશનની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. ઈશાન કિશને કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ તેના માટે મુશ્કેલીઓથી ભરેલા હતા. તેણે કહ્યું કે તેની સાથે જે પણ થયું તે તેને આશ્ચર્યમાં મૂકે છે કે તેની સાથે આ બધું કેમ થયું. કિશને કહ્યું કે તેના પરિવાર અને મિત્રો સિવાય તેનું દુઃખ કોઈ સમજી શક્યું નથી.

ભારતીય ટીમના શાનદાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને ટીમમાંથી બહાર થયા બાદ અને બીસીસીઆઈ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ પહેલીવાર આ અંગે વાત કરી છે. ઇશાન કિશને માનસિક થાકને કારણે ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી વિરામ માંગ્યો હતો અને ત્યારથી તે ટીમમાં પાછો ફર્યો નથી. જોકે તે IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમ્યો હતો, તેમ છતાં તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસ માટે તેની પસંદગી થઈ ન હતી.

ઇશાન કિશને ભારતીય ટીમમાંથી બહાર રહેવા અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અવગણના થવા અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. જ્યારે તેને ભારતીય ટીમમાંથી બહાર થવા અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં અવગણવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે ઈશાને કહ્યું, ‘હું કોઈ વાતને લઈને દુઃખી થવા માંગતો નથી. હું મારું સર્વશ્રેષ્ઠ આપવાનું ચાલુ રાખીશ. વિકેટકીપર બેટ્સમેને સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક મહિનાઓ તેની તરફેણમાં નહોતા અને જે બન્યું તેનાથી તેને આશ્ચર્ય થયું કે તેની સાથે આ બધું કેમ થયું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેન્દ્રસિંહ ધોનીએ ઉજવ્યો જન્મદિવસ! જુઓ કેક કાપતી વખતે સલમાન ખાનને શું કહ્યું….

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી તેની પ્રથમ મેચ હારી

આ પણ વાંચો: આજથી ભારત સામે ઝિમ્બાબ્વેની પાંચ T20 સિરિઝ મેચ શરૂ, ક્યારે અને કઈ રીતે લાઈવ જોઈ શકશો…