Not Set/ કામસૂત્ર 3D મૂવિની અભિનેત્રી સાયરાનું નિધન, ઇન્ડસ્ટ્રીએ સેવ્યું મૌન

વિવાદિત ફિલ્મ કામસૂત્ર 3D ની અભિનેત્રી સાયરા ખાનનું નિધન થયું છે. આઇબી ટાઇમ્સના રિપોર્ટ અનુસાર સાયરાનું નિધન હાર્ટ એટેકથી થયું છે. કામસૂત્ર 3D માં સાયરાને ચર્ચિત અભિનેત્રી શર્લિન ચોપડાના સ્થાને લેવામાં આવી હતી. ફિલ્મી રિલીઝ થવા સમયે શર્લિનને લઇને ખૂબ જ વિવાદ થયો હતો. આ જ કારણોસર સાયરા પોતાની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળ નિવડી હતી. […]

Uncategorized

વિવાદિત ફિલ્મ કામસૂત્ર 3D ની અભિનેત્રી સાયરા ખાનનું નિધન થયું છે. આઇબી ટાઇમ્સના રિપોર્ટ અનુસાર સાયરાનું નિધન હાર્ટ એટેકથી થયું છે. કામસૂત્ર 3D માં સાયરાને ચર્ચિત અભિનેત્રી શર્લિન ચોપડાના સ્થાને લેવામાં આવી હતી.

ફિલ્મી રિલીઝ થવા સમયે શર્લિનને લઇને ખૂબ જ વિવાદ થયો હતો. આ જ કારણોસર સાયરા પોતાની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળ નિવડી હતી. સાયરાના નિધન પર મૂવિના નિર્માતાએ દુખ વ્યક્ત કર્યું છે. શર્લિનનું સ્થાન લીધા બાદ સાયરાએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે કહ્યં કે સાયરા માટે આ પાત્ર ખૂબજ પડકારજનક હતું. તે એક રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવતી હતી. તેથી જ સાયરાને આ ફિલ્મમાં રોલ આપવા સમયે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ જ્યારે સાયરાએ પોતાનું પાત્ર ભજવ્યું ત્યારે આ પાત્ર તેનાથી બહેતર કોઇ ના નિભાવી શકે તે સાબિત પણ કરી બતાવ્યું હતું.

રૂપેશે તેના નિધન પર સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સાયરાના નિધન બાદ કોઇએ તેના પ્રત્યે સંવેદના વ્યક્ત નથી કરી તેનો ખેદ છે. તે એક શ્રેષ્ઠ અભિનેત્રી હતી. તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.