Not Set/ સલમાનની ભારત મૂવિનું ટ્રેલર થયું લોન્ચ, ફિલ્મમાં સલમાનનો જબરદસ્ત લૂક

સલમાન ખાનની જે ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે ભારત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ, દિશા પટણી, તબુ, સુનીલ ગ્રોવર લીડ રોલમાં છે. જણાવી દઇએ કે દેશભરના થિયટરોમાં આ મૂવિ 5 જૂનના રોજ રિલીઝ થશે. અલી અબ્બાસ ઝફર નિર્દેશિત આ ફિલ્મ કોરિયન મૂવિ ઓડ ટૂ માય ફાધરની […]

Uncategorized
bharat 3 સલમાનની ભારત મૂવિનું ટ્રેલર થયું લોન્ચ, ફિલ્મમાં સલમાનનો જબરદસ્ત લૂક

સલમાન ખાનની જે ફિલ્મની ચાહકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે તે ભારત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ ફિલ્મમાં કેટરીના કૈફ, દિશા પટણી, તબુ, સુનીલ ગ્રોવર લીડ રોલમાં છે. જણાવી દઇએ કે દેશભરના થિયટરોમાં આ મૂવિ 5 જૂનના રોજ રિલીઝ થશે. અલી અબ્બાસ ઝફર નિર્દેશિત આ ફિલ્મ કોરિયન મૂવિ ઓડ ટૂ માય ફાધરની હિન્દી રિમેક છે. ફિલ્મનું ટીઝર અને પોસ્ટર્સ અગાઉથી જ ચર્ચામાં છે.

જુઓ ટ્રેલર

ફિલ્મના 3 મિનિટ અને 11 સેકન્ડના ટ્રેલરની શરૂઆત દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના ડાયલોગથી થાય છે. ટ્રેલર ખૂબજ રોમાંચક અને રસપ્રદ છે. પૂરા ટ્રેલરમાં સલમાન છવાઇ ગયા છે. ટ્રેલરમાં સલમાન ખાન ઉપરાંત કેટરિના કૈફ, દિશા પટની, સુનીલ ગ્રોવર અને જેકી શ્રોફની પણ ઝલક જોવા મળે છે.

ફિલ્મમાં સલમાન ખાન ભારતનું પાત્ર નિભાવી રહ્યા છે. મૂવિમાં ભારતના જીવનનું 71 વર્ષનું સફર દર્શાવાયું છે. ટ્રેલરમાં સલમાન ખાન અને કેટરિના કૈફ વચ્ચેના સંવાદો દમદાર છે. ટ્રેલરમાં કેટરિના-સુનીલ ગ્રોવર અને દિશા પટણીને પણ સમય અપાયો છે. મૂવિનું સંગીત પણ જોશથી ભરપૂર છે. ભારતના દર્શકો માટે આ ફિલ્મ ચોક્કસપણે પૈસા વસૂલ બની રહેશે.