Not Set/ બોલિવૂડ/ તાનાજી થી અજય દેવગન લગાવવા જઇ રહ્યો છે ફિલ્મોની સેન્ચ્યુરી, જાણો શું કહે છે શાહરૂખ

અજય દેવગનની આગામી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ તેની કારકિર્દીની 100 મી ફિલ્મ છે. અજય દેવગને તેની કારકિર્દીની શરૂઆત 1991 માં ‘ફૂલ ઔર કાંટે’ થી કરી હતી. અજય દેવગનની આ સિધ્ધિ પર બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને અભિનંદન પાઠવ્યા છે. શાહરૂખ અજય દેવગનને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે અને તેણે અજય દેવગન માટે […]

Uncategorized
Tanhaji બોલિવૂડ/ તાનાજી થી અજય દેવગન લગાવવા જઇ રહ્યો છે ફિલ્મોની સેન્ચ્યુરી, જાણો શું કહે છે શાહરૂખ

અજય દેવગનની આગામી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ તેની કારકિર્દીની 100 મી ફિલ્મ છે. અજય દેવગને તેની કારકિર્દીની શરૂઆત 1991 માં ‘ફૂલ ઔર કાંટે’ થી કરી હતી. અજય દેવગનની આ સિધ્ધિ પર બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને અભિનંદન પાઠવ્યા છે.

શાહરૂખ અજય દેવગનને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માને છે અને તેણે અજય દેવગન માટે એક અદ્દભુત સંદેશ પણ લખ્યો છે. અજય દેવગનની 100 મી ફિલ્મનાં પોસ્ટરને શેર કરતાં શાહરૂખ ખાને લખ્યું કે, હું મિત્ર અજય દેવગનની વધુ 100 ફિલ્મોની રાહ જોઉં છું. તમે એક જ સમયે બે મોટરસાયકલો ચલાવીને ખૂબ જ આગળ આવ્યા છો. આગળ વધતા રહો અને તાનાજી ફિલ્મ માટે આગળ શુભકામનાઓ.”

આ ફિલ્મમાં અજય દેવગન તાનાજીની ભૂમિકામાં છે. આપને જણાવી દઇએ કે તાનાજી મલુસારે છત્રપતિ શિવાજીનાં સેનાપતિ હતા જે મરાઠાઓ માટે મુગલોની લડત દરમિયાન સિંહાગઢની લડાઇમાં માર્યા ગયા હતા. કોંઢાણાનો કિલ્લો જીત્યા દરમિયાન તાનાજીની હત્યા કરવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ઓમ રાઉત કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગન, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારે સંયુક્ત રીતે કર્યું છે.

આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીએ રીલીઝ થશે. આ ફિલ્મ 3 ડીમાં પણ રીલીઝ થશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન પણ અજય દેવગનની સાથે જોવા મળશે. બન્નેની સાથે મળીને આ ચોથી ફિલ્મ છે. આ અગાઉ બંને કલાકારો કચ્ચે ધાગે, એલઓસી અને ઓમકારા જેવી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. જો કે, લાંબા સમયથી એક સાથે તેમની કોઈ ફિલ્મ બની નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.