મુંબઈ
કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી વર્ષ ૨૦૧૯ની એ ફિલ્મોમાંથી છે જેની લોકો ઘણી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના મેકર્સ ફિલ્મનું ટીઝરને લોન્ચ કરવાની તૈયારીમાં છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું પ્રથમ પોસ્ટર પણ ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસ પર રજુ કરવામાં આવ્યું હતું.

OFFICIAL: #Manikarnika Teaser to be launched on 2nd October, Gandhi Jayanti.#ManikarnikaTeaserOn2Oct#KanganaRanaut@ZeeStudios_ @KamalJain_TheKJ @DirKrish @anky1912 @mdzeeshamayyub @Jisshusengupta pic.twitter.com/fdh4v3BjjS
— Kangana Ranaut (@KanganaTeam) September 29, 2018
ક્રીશ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઝાંસીની રાણીની તાકાત અને સાહસ જેવી તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. ગાંધી જયંતિના ખાસ દિવસે દેશની આઝાદી માટે લડાઈ લડી ચુકેલા બહાદુર શહીદોને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે ફિલ્મ મેકર્સ આ દિવસે ફિલ્મનું ટીઝર રીલીઝ કરવાનું વિચારી રહ્યા છે જેમાં માત્ર ૩૦ વર્ષની ઉંમરમાં પોતાનું બલિદાન આપનારા શુરવીર મહિલા રાણી લક્ષ્મીબાઈની સ્ટોરી છે.
કંગનાએ આ ફિલ્મ વિશે કહ્યું હતું કે આ ફિલ્મને કર્યા બાદ અને આવો બહાદુર અભિનય કરવા બદલ હું ઘણું ગર્વ અનુભવી રહી છુ. આ ફિલ્મ માટે અમે પોતાની પૂરી મહેનત લગાવી દીધી છે. ગાંધી જયંતિના દિવસે હું આ ફિલ્મનું ટીઝર દેખાડવા માટે ઘણી ઉત્સુક છું.
ઉલ્લેખનીય છે કે ફિલ્મનું નિર્માણ ઝી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં કંગના સિવાય અંકિતા લોખંડે પણ નજરે જણાશે.
મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી ફિલ્મ આવતા વર્ષે ૨૫ જાન્યુઆરીના રોજ રીલીઝ થવાની છે.
આ ફિલ્મનું શુટિંગ દેશના ઘણા ભાગ જેવા કે બનારસ, આમેર, જુનાગઢ અને જયપુરનો સમાવેશ થાય છે.
