બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલમાં તેની ફિલ્મ પતિ પત્નિ ઔર વો ને લઈને ચર્ચામાં છે. તેનું ગીત ‘ધીમે ધીમે’ થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું. આ ગીતનું સિગ્નેચર સ્ટેપ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, તે જોઈને દીપિકા પાદુકોણ પણ ખૂબ પ્રભાવિત થઈ હતી. તાજેતરમાં જ દીપિકાએ કાર્તિકને ‘ધીમે ધીમે’ પર ડાંસ શીખવાડનું કહ્યું હતું. જેના પર કાર્તિક પણ રાજી થઈ ગયો અને તેણે પોતાનું વચન પણ પાળ્યું હતું.
https://www.instagram.com/p/B5hED7cHX40/?utm_source=ig_web_copy_link
કાર્તિક અને દીપિકા બંને એરપોર્ટ પર મળ્યા હતા અને અહીં જ પતિ-પત્ની ઔર વો એક્ટરે દીપિકાનાં ડાંસનો ક્લાસ લીધો હતો. એરપોર્ટ પર દીપિકાએ કાર્તિક પાસેથી ‘ધીમે ધીમે’નું હૂક સ્ટેપ શીખ્યુ અને થોડીવારમાં તે તેમાં નિપુણ થઈ ગઈ. ત્યારબાદ તેણે કાર્તિક સાથે આ ગીત પર ડાંસ પણ કર્યો.
https://www.instagram.com/p/B5hDULYnppu/?utm_source=ig_web_copy_link
અહીં દીપિકા હાઇવેસ્ટ જીન્સ સાથે ક્રોપ વ્હાઇટ ટોપમાં સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે પોતાનો લૂક રેડ બોમર જેકેટથી લેયર કર્યો હતો. કાર્તિક બ્લેક કાર્ગો પેન્ટ અને વ્હાઇટ ટી-શર્ટમાં સ્માર્ટ લાગી રહ્યો હતો. તેણે પોતાના કૂલ લુકને જાંબુડિયા જેકેટથી પૂરો કર્યો હતો.
https://www.instagram.com/p/B5hEr1enRnc/?utm_source=ig_web_copy_link
ફિલ્મ પતિ પત્નિ ઔર વો ની વાત કરીએ તો તેમા કાર્તિકની સાથે અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર મુખ્ય ભૂમિકામાં છે. હાલમાં, ફિલ્મની આખી કાસ્ટ તેના પ્રમોશનમાં લાગી ગઈ છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
https://www.instagram.com/p/B5hFgw0niFb/?utm_source=ig_web_copy_link
કાર્તિક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ આજ કલ માં પણ જોવા મળશે. આમા તે સારા અલી ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2020 નાં રોજ રિલીઝ થશે. આ સિવાય કાર્તિક પાસે હાલમાં જ્હાન્વી કપૂર સાથે દોસ્તાના 2 અને કિયારા અડવાણી સાથે ભૂલ ભૂલૈયા 2 માં જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
