Not Set/ ડેનવર શહેરમાં 100 કિમીની ઝડપે બરફનું તોફાન ત્રાટક્યું, 2.5 લાખ ઘરોની વીજળી ગુલ થઇ

અમેરિકા, અમેરિકાના કોલોરડો પ્રાંતના ડેનવર શહેરમાં 100 કિમીની ઝડપે બરફનું તોફાન ત્રાટક્યુ હતુ. હવામાન વિભાગે આ તોફાનને બોમ્બ સાઇક્લોન નામ આપ્યુ હતુ. આ કેટેગરી 1નું તોફાન છે. તોફાન અને વરસાદને લીધે ડેનવરમાં જુદી જુદી 125 દુર્ઘટનાઓ સર્જાઇ હતી. એક ઘટનામાં એક રાહત કર્મી મૃત્યુ પામ્યો. ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અવર-જવર કરતી 1340 ફલાઇટો રદ કરાઇ […]

World Videos

અમેરિકા,

અમેરિકાના કોલોરડો પ્રાંતના ડેનવર શહેરમાં 100 કિમીની ઝડપે બરફનું તોફાન ત્રાટક્યુ હતુ. હવામાન વિભાગે આ તોફાનને બોમ્બ સાઇક્લોન નામ આપ્યુ હતુ. આ કેટેગરી 1નું તોફાન છે.

તોફાન અને વરસાદને લીધે ડેનવરમાં જુદી જુદી 125 દુર્ઘટનાઓ સર્જાઇ હતી. એક ઘટનામાં એક રાહત કર્મી મૃત્યુ પામ્યો. ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અવર-જવર કરતી 1340 ફલાઇટો રદ કરાઇ હતી.

સરકારી સ્કુલો,બજારો,બંધ છે. લગભગ 7.5 લાખની વસ્તી ધરાવતા ડેનવરમાં 2.5 લાખ ઘરોની વીજળી ગુલ થઇ હતી. કોલોરાડો સરકારે સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. તોફાનની અસર 30 લાખ ચોરસ કિમી ક્ષેત્ર પર થઇ છે.