નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખી બે યુવતીને ગુમ કરી દેવાના કેસમાં સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વાએ કરેલી જામીન અરજીનો ચુકાદો જિલ્લા કોર્ટે વધુ એક વાર મુલતવી રાખ્યો છે.
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો આરોપી સાધિકા ઓ પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વ ની કાયમી જામીન અરજી પર ના ચુકાદામાં કોર્ટે આપી મુદત કોર્ટ પોતાનો ચુકાદો 7 ફેબ્રુઆરી પર મોકૂફ રાખ્યો છે. માટે હજુ પણ બંને સાધીકાને સેન્ટ્રલ જેલ ખાતે જ રહેવું પડશે. બને સાધિકા ઓએ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાથીજણમાં ચાલતા પાખંડી નિત્યાનંદ આશ્રમમાંથી બે બહેનો ગુમ થવા મામલે તપાસ સીબીઆઇને સોંપવા યુવતીઓના પિતા જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં પિટિશન કરી છે, જેમાં પોલીસ વગદાર લોકોથી પ્રભાવિત હોવાથી યોગ્ય દિશામાં તપાસ કરતી નથી તેવો આક્ષેપ કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
