તમે એ સોંગ તો સાંભળ્યુ હશે ઈસ પ્યાર કો મે ક્યા નામ દું, પ્રેમ એક એવી ભાવના છે, જે ક્યારે અને ક્યાં જાગી જાય, કંઈ ખબર નથી હોતી. ઘણી વાર માણસને પોતાનાથી નાની ઉંમરના શખ્સ સાથે પ્રેમ થઈ જાય છે, તો ઘણી વાર પોતાનાથી મોટી ઉંમરના શખ્સ માટે ભાવનાઓ જાગે છે. 5-10 વર્ષનું અંતર તો સમજી શકાય, પણ જ્યારે તે 20 વર્ષથી ઉપર પહોંચી જાય છે, તો જોનારા અને સાંભળનારા પણ ચોંકી જાય છે. કંઈક આવું જ થયું છે, જ્યારે એક શખ્સે પોતાના મિત્રની મમ્મીને પ્રપોઝ કરી દીધું.
આ કિસ્સો જાપાનો બન્યો હતો. આ છોકરાનું નામ તોમિયોકા છે અને તેની ઉંમર 33 વર્ષ છે. ઈસામુએ મિદોરી સાથે લગ્ન કર્યા છે, જે 54 વર્ષની છે, એટલે કે બંનેની વચ્ચે 21 વર્ષનો તફાવત છે. રસપ્રદ વાત એ છે કે ઈસામુએ પહેલી વાર મિદોરીને ત્યારે જોઈ હતી, જ્યારે પેરેન્ટ્સ મિટિંગ માટે સ્કૂલમાં આવી હતી. ત્યારે આન્ટી તેને ખૂબ ગમી ગઈ હતી, પણ 30 વર્ષ બાદ જ્યારે તે ફરી મિદોરીને મળ્યો, તો ઘણું બધું બદલાઈ ગયું. ઈસામુ પોતાના ક્લાસમેટના સેલૂનમાં ગયો હતો, જ્યાં તેની માતા એટલે કે મિદોરી તેની મદદ કરી રહી હતી, આ જોઈ તેના પર છોકરો ફિદા થઈ ગયો.
ઈસામુ જણાવે છે કે મિદોરીનો ચાર્મ, એલિગેંસ અને સજ્જનતા પર તે ફિદા થઈ ગયો અને જ્યારે જાણવા મળ્યું કે તેમના છૂટાછેડા થઈ ગયા છે, તો તેના વિશે વધારે જાણકારી લીધી. તો વળી મિદોરી કહે છે કે તેને જ્યારે ખબર પડી કે 21 વર્ષ નાનો છોકરો તેની સાથે સંબંધ બાંધવા માગે છે, તેને નવાઈ લાગી અને ખુશ પણ થઈ. જો કે ઈસામુને તેણે ક્રશ કહીને નજરઅંદાજ કર્યું પણ ઈસામુએ તેના માટે ઘણી મહેનત કરી. પહેલા તો તેણે 30 દિવસનું ડેટિંગ અને પછી મિદોરીના માતા-પિતાને ઈમ્પ્રેસ કરવા માટે ઘર પણ ખરીદ્યું. આખરે તેની તમામ કોશિશો રંગ લાવી અને મિદોરી માની ગઈ.
______________________________________________________________________________________________________
