Not Set/ સ્પોર્ટસ (દુ:ખદ)/ રિંગમાં ફાઇટ દરમિયાન ઘાયલ થયેલા અમેરિકન બોક્સરનું મૃત્યુ

ચાર્લ્સ કોનવેલ વિરુદ્ધ મેચમાં માથાનાં ભાગે ઇજા થતાં યુ.એસ.નાં બોક્સર પેટ્રિક ડેનું અવસાન થયું હતું. ‘ધ ગાર્ડિયન’ અનુસાર, ચાર દિવસ પહેલા, શનિવારે રાત્રે, તે અમેરિકન બોક્સર ચાર્લ્સ કોનવેલ વિરુદ્ધ હતો, પરંતુ તે દસમા રાઉન્ડમાં નોકઆઉટ થઇ ગયો. આ દરમિયાન, તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે કોમામાં ગયો હતો. બુધવારે તેણે અંતિમ શ્વાસ લીધો. […]

World

ચાર્લ્સ કોનવેલ વિરુદ્ધ મેચમાં માથાનાં ભાગે ઇજા થતાં યુ.એસ.નાં બોક્સર પેટ્રિક ડેનું અવસાન થયું હતું. ‘ધ ગાર્ડિયન’ અનુસાર, ચાર દિવસ પહેલા, શનિવારે રાત્રે, તે અમેરિકન બોક્સર ચાર્લ્સ કોનવેલ વિરુદ્ધ હતો, પરંતુ તે દસમા રાઉન્ડમાં નોકઆઉટ થઇ ગયો. આ દરમિયાન, તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે કોમામાં ગયો હતો. બુધવારે તેણે અંતિમ શ્વાસ લીધો. તેના માથાનું ઓપરેશન પણ કરાયું હતું પરંતુ ડોકટરો તેને બચાવી શક્યા ન હોતા. તેમને નોર્થવેસ્ટર્ન મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

27 વર્ષનાં પેટ્રીકને 12 મી ઓક્ટોબરનાં રોજ શિકાગોમાં થયેલ સુપર વેલ્ટરવેઇટ બાઉટમાં 10 માં રાઉન્ડમાં નોકઆઉટનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ તે કોમામાં ગયો હતો. બુધવારે, ડોકટરોએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી. પેટ્રીકનાં પ્રમોટર લાઉ ડિબેલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે કોઈનાં પુત્ર, ભાઈ અને સારા મિત્ર હતા.”

પેટ્રિકની દયા, સકારાત્મકતા અને ભાવનાની ઉદારતાએ દરેક સાથે એક સ્થાઈ છાપ બનાવી. પેટ્રિક ડેને બોક્સિંગ કરવાની જરૂર નહોતી. તે સારા કુટુંબમાંથી આવ્યો હતો, તે હોશિયાર, શિક્ષિત, સારા સંસ્કાર ધરાવતો અને જીવન ઉપાર્જન માટે તેની પાસે અન્ય અવસર ઉપલબ્ધ હતા. તેણે કહ્યું, ‘તેણે બોક્સિંગની પસંદગી કરી, તે જાણતા હોવા છતા કે તેમા ઘણુ જોખમ છે. પેટને બોક્સિંગ પસંદ હતું. તેણે લોકોને પ્રેરણા આપી અને તે કંઈક હતું જેનાથી તેઓને જીવંત લાગણી ઉભી થઈ હતી.’

Related image

ડે નાં હરીફ કોનવેલે કહ્યું, “હું આ મુદ્દે છેલ્લી વખત બોલીશ કારણ કે હું જાણું છું કે તે કેટલું સંવેદનશીલ છે.” હું ક્યારેય ઇચ્છતો ન હતો કે આ તમારી સાથે થાય. હુ ઘણીવાર વિચારુ છુ કે તમારી સાથે આવુ કેમ થયુ. ” કોનવેલે કહ્યું, ‘મેં ઘણી વાર પ્રાર્થના કરી અને મારા આંસુ પણ નિકળી ગયા કારણ કે તમારા પરિવાર અને મિત્રોની લાગણી કેવી હશે તે હું કલ્પના કરી શકતો નથી. મે બોક્સિંગ છોડવા વિશે વિચાર્યુ પણ હુ જાણુ છુ કે તમે તે નહીં ઇચ્છો. હું તમારા માટે વિશ્વનો ખિતાબ જીતીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.