આજનો જમાનામાં છેતરપિંડી કરવી કે લોકોને બેવકૂફ બનાવવા એ કોઈ મોટી વાત નથી. દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારના ગુનાઓ અવારનવાર બનતા રહ્યા છે, પરંતુ તમને જાણીને નવાઈ થશે કે, લગ્ન કર્યા બાદ એક પત્નીએ એવું કર્યું કે, લોકો લગ્ન કરતા પહેલા સો વાર વિચારતા થશે.

આ મામલો છે, કન્નૌજ જિલ્લાનો, કે જ્યાં એક 60 વર્ષના વૃદ્ધને બીજી વાર લગ્ન કરવું ભારે પડી ગયું છે. આ કિસ્સા પર નજર કરીએ તો, કન્નૌજમાં એક 60 વર્ષના વૃદ્ધ વ્યક્તિને બીજા લગ્ન કરીને વૃદ્ધાવસ્થામાં શાંતિથી પસાર કરવાની આશા સાથે ચાર મહિના પહેલા, આ 60-વર્ષીય વ્યક્તિએ હિન્દુ રિવાજો સાથે લગ્ન કર્યા. તે કન્યાની વિદાય કરાવીને ઘરે પણ લઈ આવ્યા હતા, પછી અચાનક માતાનો અકસ્માત થયો હોવાનું કહીને દુલ્હન દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગઈ હતી. પરંતુ પછીથી તે મહિલાની કોઈ ભાળ મળી ન હતી.

ત્યારબાદ આ વૃદ્ધ વ્યક્તિને કોઈ રસ્તો ન દેખાયો તો વૃદ્ધે પોલીસની મદદ માંગી છે. લગ્નનાં નામે છેતરપિંડીનો શિકાર થનારા 60 વર્ષીય વૃદ્ધ કન્નોજનાં ગુરસહાયગંજ કોતવાલી ક્ષેત્રનાં સમધન કાકર ગઢિયાનાં રાજેન્દ્ર છે. 4 પુત્રીઓનાં પિતા રાજેન્દ્રની પત્નીનું 6 વર્ષ પહેલાં નિધન થઈ ગયુ હતુ. અને ત્યારબાદ તેઓએ બીજા લગ્ન કર્યા હતા, પરંતુ આ પગલું તેમને ભારે પડી ગયું છે.

