Not Set/ પ્રદૂષણ ઘાતકી સ્તરે,102માંથી 27 મેટ્રોપોલિટનમાં પગલા લેવાનું શરૂ

ડિપાર્ટમેન્ટ ઓફ સેન્ટ્રલ ફોરેસ્ટ એન્ડ એન્વાયર્મેન્ટ દ્રારા આગામી 27 દિવસોમાં દસ લાખથી વધુ લોકો સાથે 27 મેટ્રો સીટીમાં પ્રદૂષણ સામે મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મંત્રાલયે આગામી 100 દિવસ માટેનાં એક્શન પ્લેાનની જાહેરાત કરી દીધી છે. આ 27 મહાનગરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, વારાણસી, અલ્હાબાદ, લખનઊ, કાનપુર, પટણાના, ધનબાદ સહિતનાં શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

Top Stories India

ડિપાર્ટમેન્ટ ઓફ સેન્ટ્રલ ફોરેસ્ટ એન્ડ એન્વાયર્મેન્ટ દ્રારા આગામી 27 દિવસોમાં દસ લાખથી વધુ લોકો સાથે 27 મેટ્રો સીટીમાં પ્રદૂષણ સામે મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મંત્રાલયે આગામી 100 દિવસ માટેનાં એક્શન પ્લેાનની જાહેરાત કરી દીધી છે. આ 27 મહાનગરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, વારાણસી, અલ્હાબાદ, લખનઊ, કાનપુર, પટણાના, ધનબાદ સહિતનાં શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિશ્વ સામે ગ્લોબલ વોર્મિંગ અને પોલ્યુશન જ્યારે ખતરાની ઘંટડી વગાળી રહ્યું છે અને મહાનગરોમાં ઘણી વખત પ્રદુષણનાં કારણે શ્વાસ પણ લેવો મુશ્કેલ જણાય છે સરકાર દ્રારા અમુક શહેરોમાં પ્રદુષણને કારણે સ્વચ્છ ઓક્સીઝન માટે પણ વ્યાવસ્તા કરવા પડતી હોય છે ત્યારે ક્યોર ઇઝ બેટર ધેન પ્રિવેન્શન કહેવતની માફક પ્રદુષણ પર નિયંત્રણ કરવુ ખુબ જરૂરી છે.

પર્યાવરણ અને વન મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ હેઠળ દેશમાં 102 મુખ્ય શહેરોને પ્રદુષણ સામેની લડતને વેગ આપવો પડે તેવી હાલત છે. ત્યારે  પ્રથમ તબક્કામાં 102 શહેરોમાંના 27 પ્રદુષિત મેટ્રોઝનનાં શહેરોની પસંદગી કરવામાં આવી છે. નવી સરકાર આ 27 શહેરોમાં 100 દિવસનાં એજન્ડા હેઠળ પ્રદુષ્ણ સામે અભિયાન શરૂ કરશે. આ પછી આ અભિયાનને આગામી તબક્કામાં તબક્કાવાર બાકીના શહેરોમાં પણ ચાલાવવામા આવશે.

મહાનગરોમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ વગેરેનો સમાવેશ થાય છે. આ શહેરોની પસંદગી માટેનો આધાર એક મિલિયનની વસ્તી અને 90 ક્યુબિક મીટર કરતા વધુ PM-10ની માત્રાનાં આધારે કરવામા આવી છે. આપને જણવી દઇએ કે PM-10ની માત્રા નિયત ધોરણો મુજબ 60 ક્યુબિક મીટર કરતા વધુ હોવું જોઈએ નહીં.

આવા પ્રદુષીત શહેરોમાં ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે. ધૂળ સમાપ્ત કરવા માટે તમામ શક્ય પગલાં લેવામાં આવશે. મશીનો સાથે રસ્તાઓ સાફ કરવામાં આવશે. મેટ્રોપોલિટનમાં કચરો સંચાલિત કરવામાં આવશે આ ઉપરાંત, આવા પડકારોનો સામનો કરવા માટે ક્ષમતા વિકસાવવામાં આવશે. જેમાં જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાની પણ ખાતરી કરવામા આવશે અને  ઉપલબ્ધ પણ કરાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.