Not Set/ #Budget 2019 : નાણાં મંત્રી નિર્મલા સિતારમને બજેટ ભાષણમાં કર્યા આ મોટા એલાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એકવાર ફરી કેન્દ્ર સરકાર શુક્રવારનાં રોજ પોતાનો પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાં મંત્રીનાં રૂપમાં પહેલી વખત નિર્મલા સીતારમન પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. જાણો આ બજેટ ભાષણમાં કરવામાં આવેલા મોટા એલાન. બેન્કમાંથી એક કરોડથી વધુ રાશિ નિકાળવા પર ભરવો પડશે ટેક્સ કોઇ વ્યક્તિ બેન્કમાંથી એક વર્ષનાં અંતરમાં એક […]

Top Stories

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એકવાર ફરી કેન્દ્ર સરકાર શુક્રવારનાં રોજ પોતાનો પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. નાણાં મંત્રીનાં રૂપમાં પહેલી વખત નિર્મલા સીતારમન પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. જાણો આ બજેટ ભાષણમાં કરવામાં આવેલા મોટા એલાન.

બેન્કમાંથી એક કરોડથી વધુ રાશિ નિકાળવા પર ભરવો પડશે ટેક્સ

કોઇ વ્યક્તિ બેન્કમાંથી એક વર્ષનાં અંતરમાં એક કરોડ કે તેથી વધુ રાશિ નિકાળે છે તો તેના પર 2% TDS લગાવવામાં આવશે. એટલે કે એક વર્ષમાં 1 કરોડથી વધુ નિકાળવા પર 2 લાખ રૂપિયા ટેક્સમાંથી જ કપાઇ જશે.

મહિલાઓ માટે ખાસ એલાન

મોદી સરકારે મહિલાઓ માટે અલગથી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે મહિલાઓનાં વિકાસ વિના દેશને વિકસિત કરી શકાશે નહીં. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે જનધન મહિલા ખાતાધારકોને 5000 રૂપિયાથી વધુ ઓવરડ્રાફટ સુવિધા આપવામાં આવશે. મહિલાઓ માટે, એક લાખ રૂપિયાની મુદ્રા લોનની વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમારી સરકારે 36 મિલિયન LED બલ્બ વિતરિત કર્યા છે, જેના દ્વારા દેશનાં વાર્ષિક 18431 કરોડ રૂપિયા બચે છે. મોટા પાયે, રેલ્વે સ્ટેશનનું આધુનિકીકરણ થઈ રહ્યું છે.

મધ્યમ વર્ગ માટે કરવામાં આવ્યુ મોટુ એલાન

મધ્યમ વર્ગ માટે મોદી સરકારે એક મોટુ એલાન કર્યુ છે. હવે 45 લાખ રૂપિયાનું ઘર ખરીદવા પર વધુ 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. હાઉસિંગ લોનનાં વ્યાજ પર  મળતી કુલ છૂટ હવે 2 લાખથી વધારીને 3.5 લાખ થઇ ગઇ છે. તદઉપરાંત 2.5 લાખ રૂપિયા સુધીનાં ઇલેક્ટ્રીકલ વાહનો ખરીદવા પર પણ છૂટ આપવામાં આવશે.

ઇનકમ ટેક્સ ભરનાર માટે ખાસ સુવિધા

મોદી સરકારે ઇનકમ ટેક્સને લઇને એક મોટુ એલાન કર્યુ છે. હવે આધાર કાર્ડથી પણ લોકો પોતાનું ઇનકમ ટેક્સ ભરી શકશે. એટલે કે હવે ટેક્સ ભરવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડથી આપનું સરળ કામ થઇ જશે.

પેટ્રોલ-ડિઝલ અને સોનાનાં ભાવમાં થશે વધારો

સોના પર ચાર્જ વધારતા 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવેલ છે. તંબાકુ પર પણ વધુ ચાર્જ લગાવવામાં આવ્યો છે. તેટલુ જ નહી પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયાની વધારાની સેસ લાદવામાં આવશે.

કંપનીઓ માટે મોટુ એલાન

નાણામંત્રી નિર્મલા સિતારમને જાહેરાત કરી છે કે રૂ. 400 કરોડ સુધીની ટર્નઓવર ધરાવતી કંપનીઓએ 25 ટકા કોર્પોરેટ ટેક્સ ચૂકવવો પડશે. આ હેઠળ દેશની 99 ટકા કંપનીઓ આવશે. ઇ વાહનો પર જીએસટી 12% થી ઘટાડીને 5% કરવામાં આવશે. તેની સાથે સ્ટાર્ટઅપ માટે મોટી ડિસ્કાઉન્ટ ઘોષણા પણ છે. શરૂઆતથી એન્જલ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં, તેમજ આવકવેરા વિભાગ તેની તપાસ કરશે નહીં.

નવા સિક્કાની સરીઝ લાવશે સરકાર

નાણામંત્રીએ જાહેરાત કરી કે રૂ. 1 લાખ કરોડ એકત્ર કરવામાં આવશે, જેમાં એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવશે. તે જ સમયે, સરકારે જાહેર કર્યું કે આરબીઆઈ હવે સીધા ધિરાણ કંપનીઓને નિયંત્રિત કરશે. સરકારે 1 થી 20 રૂપિયાનાં નવા સિક્કા જાહેર કર્યા છે, જે ટૂંક સમયમાં લોકોને જારી કરવામાં આવશે.

નિવેશ અને વિદેશ પર કેન્દ્ર સરકારની ખાસ નજર

નાણાં મંત્રીએ એલાન કરતા કહ્યુ કે, અમારી સરકાર વિદેશ નીતિ પર ખાસ ભાર આપી રહી છે. જે માટે સરકાર જ્યા અત્યારે એમ્બેસી નથી તે દેશોમાં એમ્બેસી ખોલવા પર ભાર દેશે. સરકાર નાણાકીય વર્ષ 2019-20માં અન્ય ચાર નવા એમ્બેસી ખોલવા માંગી રહી છે. સરકારનો લક્ષ્ય ભૂમિગત સુવિધાઓમાં આવતા પંચ વર્ષમાં 100 લાખ કરોડ રૂપિયાનો નિવેશનો છે.

NRI માટે સરકારનો મોટુ એલાન

વિદેશમાં રહેતા ભારતીયો માટે સરકારે મોટુ એલાન કર્યુ છે. હવે NRIને ભારત આવતા જ આધાર કાર્ડ દેવાની સુવિધા મળશે, સાથે જ હવે તેમને 180 દિવસ સુધી ભારતમાં રહેવાની જરૂરત નથી. અમારી સરકારનું લક્ષ્ય છે કે 17 પર્યટન સ્થળોને વિશ્વ સ્તરનું બનાવવામાં આવશે. અત્યાર સુધી અમારી સરકારે 4 લાખ કરોડ રૂપિયાનું દેવુ વસૂલ કર્યુ છે. દેશમાં આર્થિક સુધારા પર ભાર યથાવત રહેશે. સુધારાનાં દમ પર જ NPA ને પાછુ ખેંચવામાં આવેલ છે. દેશમાં ક્રેડિટ ગ્રોથ 13 ટકાને પણ આંબી ગયો છે. નાણાં મંત્રીએ એલાન કર્યુ કે, ક્રેડિટને વધધારવા માટે સાર્વજનિક વિસ્તારનાં બેન્કોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. સુધારાને લઇને જ બેન્કોનું NPA ઘટ્યો છે. અમે બેકિંગને દરેક દરવાજા સુધી પહોચાડીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.