Not Set/ મુકેશ અંબાણી સતત ૧૧માં વર્ષે બન્યા દેશના સૌથી ધનવાન વ્યક્તિ, જુઓ આ યાદી

નવી દિલ્હી, દુનિયાના પ્રખ્યાત મેગેઝીન “ફોર્બ્સ” દ્વારા ભારતના સૌથી અમીર વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સતત ૧૧માં વર્ષે દેશના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા “ઇન્ડિયા ૧૦૦ […]

Trending Business

નવી દિલ્હી,

દુનિયાના પ્રખ્યાત મેગેઝીન “ફોર્બ્સ” દ્વારા ભારતના સૌથી અમીર વ્યક્તિઓની યાદી જાહેર કરવામાં આવી છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ સતત ૧૧માં વર્ષે દેશના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા “ઇન્ડિયા ૧૦૦ રિચેસ્ટ લિસ્ટ“માં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૪૭૩૦ કરોડ ડોલર એટલે કે ૩.૪૦ લાખ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે.

business-forbes-list-mukesh-ambani-indias-richest-know-top-10-list

મુકેશ અંબાણી બાદ વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી બીજા સ્થાને આવે છે. તેઓની સંપત્તિ ૨૧૦૦ કરોડ ડોલર (૧.૫૧ લાખ કરોડ રૂપિયા) છે.

business-forbes-list-mukesh-ambani-indias-richest-know-top-10-list

ત્યારબાદ સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ ૧૮૩૦ કરોડ ડોલર સાથે ત્રીજા સ્થાને, જયારે ૧૮૦૦ કરોડ ડોલરની સંપત્તિ અઠે હિન્દુજા બ્રધર્સ ચોથા સ્થાને આવે છે.

ભારતના સૌથી ધનવાન લોકોની યાદી :

૧. મુકેશ અંબાણી : ૪૭૩૦ કરોડ ડોલર

૨. અજીમ પ્રેમજી : ૨૧૦૦ કરોડ ડોલર

૩. લક્ષ્મી મિત્તલ : ૧૮૩૦ કરોડ ડોલર

૪. હિન્દુજા બ્રધર્સ : ૧૮૦૦ કરોડ ડોલર

૫. પલોનજી મિસ્ત્રી : ૧૫૭૦ ડોલર

૬. શિવ નાદર : ૧૪૬૦ કરોડ ડોલર

૭. ગોદરેજ ગ્રુપ : ૧૪૦૦ કરોડ ડોલર

૮. દિલીપ સંઘવી : ૧૨૬૦ કરોડ ડોલર

૯. કુમાર મંગલમ બિરલા : ૧૨૫૦ કરોડ ડોલર

૧૦. ગૌતમ અદાણી : ૧૧૯૦ કરોડ ડોલર