નવી દિલ્હી,
પાનકાર્ડ જરૂરી દસ્તાવેજોમાંથી એક છે. આપના વાર્ષિક રિટર્નને ભરવાથી માંડીને નવું બેંક ખાતું ખોલાવવા સહિતની દરેક પ્રકારની આર્થિક લેવડદેવડ માટે પાનકાર્ડ અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પરંતુ, જો અચાનક જ આપના પાનકાર્ડને રદ કરી નાખવામાં આવે તો શું કરશો? જી હા, આવું થઇ શકે છે. તેથી જ આપ આ મુશ્કેલીથી બચી શકો તે માટે 31 માર્ચ સુધી આપના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજીયાત છે.
આપના પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું અતિ આવશ્યક છે. ગત વર્ષે આયકર વિભાગે 11.44 લાખ પાન કાર્ડ રદ કર્યા હતા. આપનું પાનકાર્ડ પર જો લિંક કરવામાં નહીં આવે તો 31 માર્ચ બાદ રદ કરવામાં આવશે.
લિંક કરવું આ માટે જરૂરી
આયકર વિભાગની કલમ 139AA હેઠળ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ના કરવા માટે પર તે અમાન્ય ગણાશે. આપનું પાનકાર્ડ રદ થવા પર આપ રિર્ટન નહીં ભરી શકો તેમજ આપનું ટેક્સ રિફંડ પણ અટકી જશે. ઉલ્લેખનીય છે સરકારે ગત વર્ષે જ પાનને આધારકાર્ડ સાથે લિંક કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ ત્યારબાદ તેની અવધિ વધારીને 31 ઓગસ્ટ 2018 થી 31 માર્ચ 2019 કરી છે. તેથી આ અવધિ પૂર્ણ થયા પહેલા તેને લિંક કરવું જરૂરી છે.
ઘર બેઠા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરો
- આયકર વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર લોગ ઇન કરો.
- લોગઇન કર્યા બાદ આપનું રજિસ્ટ્રેશન કરાવો.
- વેબસાઇટના હોમપેજ પર આપેલા લિંક આધારના વિકલ્પ પર ક્લિક કરો.
- ક્લિક કર્યા બાદ વિગતોમાં આપનો આધાર નંબર અને કેપ્ચા કોડ નાખો.
- ત્યારબાદ લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો.
- આપનું આધાર લિંક થઇ જશે.
એસએમએસથી પણ આ રીતે કરી શકો છો આધાર લિંક
- આપના મોબાઇલમાંથી આપે એક મેસજ કરવાનો રહેશે.
- આપે 567678 અથવા 56161 પર મેસેજ કરવાનો રહેશે.
- આ રીતે આપનું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઇ જશે.
