ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભાનાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે દિલ્હી દરબારમાં હાજર રહેશે. ગુજરાતનાં બંને નેતાઓ કોંગ્રેસ ઇન્ચાર્જનાં વચ્ચગાળાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં 11:00 વાગ્યે બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાતમાં સાત વિધાનસભાની યોજાનારી પેટા ચૂંટણી અંગે ચર્ચા કરશે. બેઠકમાં ગુજરાત રાજ્યસભાનાં સાંસદ અહેમદ પટેલ પણ ભાગ લેશે.
આપને જણાવી દઇએ કે ગુજરાતમાં 7 બેઠકો માટેની પોટા ચૂંટણીનાં ભણકારા વાગી રહ્યા છે અને આ તમામ બેઠકમાં ગત વિધાનસભામાં ગુજરાત કોંગ્રેસનો હાથ મજબુત હતો. ઉમેદવારોની પસંદી, અંદરો અંદરનાં તડા અને વાળાને સાઇડ પર મુકી ગુજરાત કોંગ્રેસ દ્વારા આ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી ફરી ગુજરાતમાં બેઠું થવાનો ચાન્સ હોવાથી આ પેટા-ચૂંટણી કોંગ્રેસ માટે અત્યંત મહત્વની છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
