Not Set/ #CoronaUpdateIndia/ સંકટમાં દેશ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ કેસ

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં […]

India

વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે ભારત માટે પણ આ વાયરસ મોટી મુસિબત બન્યો છે. દેશમાં રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જે ઝડપથી ભારતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આવતા સમયમાં બ્રાઝિલને પણ ભારત પાછળ છોડી દે તો કોઇ નવાઇ રહેશે નહી. આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 24 હજારથી વધુ કેસ નોંધાયા છે. 

ભારતમાં કોરોનાવાયરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. 9 જુલાઇ એટલે કે ગુરુવારે દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 24,879 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. છેલ્લા 24 કલાકમાં 487 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા બાદ દેશમાં 7,67,296 કેસ નોંધાયા છે.