Not Set/ સૈન્ય અને રાજદ્વારી સંવાદ દ્વારા સરહદ પર શાંતી સ્થપાય તેવો વિશ્વાસ : વિદેશ મંત્રાલય

પૂર્વી લદ્દાખમાં સરહદ પર તનાવમાં ઘટાડો વચ્ચે, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સૈન્ય અને રાજદ્વારી અધિકારીઓ સૈન્યની પીછેહટ પ્રક્રિયાને આગળ વધારવા માટેની બેઠકો ચાલુ રાખશે. મતભેદોના સમાધાનની અપેક્ષા રાખતા, વિદેશ મંત્રાલયે કહ્યું, “અમે વાતચીત દ્વારા સરહદ વિસ્તારમાં શાંતિ અને સુલેહ પર વિશ્વાસ રાખીએ છીએ.” ભારતે પણ સ્પષ્ટ કર્યું હતું કે એલ.એ.સી. મામલે માન અને આદર રાખો, કારણ કે તે […]

Uncategorized
2d6b63175c0cccfffb780cdf91c80724 સૈન્ય અને રાજદ્વારી સંવાદ દ્વારા સરહદ પર શાંતી સ્થપાય તેવો વિશ્વાસ : વિદેશ મંત્રાલય
2d6b63175c0cccfffb780cdf91c80724 સૈન્ય અને રાજદ્વારી સંવાદ દ્વારા સરહદ પર શાંતી સ્થપાય તેવો વિશ્વાસ : વિદેશ મંત્રાલય

પૂર્વી લદ્દાખમાં સરહદ પર તનાવમાં ઘટાડો વચ્ચે, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સૈન્ય અને રાજદ્વારી અધિકારીઓ સૈન્યની પીછેહટ પ્રક્રિયાને આગળ વધારવા માટેની બેઠકો ચાલુ રાખશે. મતભેદોના સમાધાનની અપેક્ષા રાખતા, વિદેશ મંત્રાલયે કહ્યું, “અમે વાતચીત દ્વારા સરહદ વિસ્તારમાં શાંતિ અને સુલેહ પર વિશ્વાસ રાખીએ છીએ.” ભારતે પણ સ્પષ્ટ કર્યું હતું કે એલ.એ.સી. મામલે માન અને આદર રાખો, કારણ કે તે સરહદ પર શાંતિ અને સ્થિરતાનો આધાર છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, “ભારત પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે.” તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીનના વિદેશ પ્રધાન સાથેની વાતચીત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે એલએસી અને ગાલવણ ખીણમાં વિકાસ ભારતીય પક્ષનો સંગર્ભ સ્પષ્ટ કર્યો હતો.

એનએસએ ડોવલ અને ચીનના વિદેશ પ્રધાન વાંગ યે વચ્ચેની વાતચીતની વિગતો આપતાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, “એનએસએ ડોવલ અને વાંગ યીએ સંમતિ આપી કે આવી કોઈ ઘટના ન બને તે માટે બંને પક્ષોએ સાથે મળીને કામ કરવું જોઈએ.” આ અનિવાર્ય જરૂરિયાત છે, જે ભવિષ્યમાં સરહદ પરની શાંતિ ખોરવી શકે છે. ”