Not Set/ PM મોદીએ MP નાં રીવામાં બનેલા એશિયાનાં સૌથી મોટા સોલર પ્રોજેક્ટનું કર્યુ ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશનાં રેવા ખાતે 750 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો છે. મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય કેટલાય પ્રધાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું, આજે રીવાએ ખરેખર ઇતિહાસ રચ્યો છે. રેવાની ઓળખ માતા નર્મદાનાં નામ અને સફેદ વાઘથી થાય છે. વડા […]

India
f58621ffbb56fe2c9658b0a4ba8a5466 1 PM મોદીએ MP નાં રીવામાં બનેલા એશિયાનાં સૌથી મોટા સોલર પ્રોજેક્ટનું કર્યુ ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશનાં રેવા ખાતે 750 મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યો છે. મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય કેટલાય પ્રધાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું, આજે રીવાએ ખરેખર ઇતિહાસ રચ્યો છે. રેવાની ઓળખ માતા નર્મદાનાં નામ અને સફેદ વાઘથી થાય છે.

વડા પ્રધાન મોદીએ કહ્યુ કે, હવે એશિયાનાં સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટનું નામ પણ જોડવામાં આવ્યું છે. આ સોલાર પ્લાન્ટથી મધ્યપ્રદેશનાં લોકોને, ઉદ્યોગોને તો વીજળી મળશે જ, પરંતુ દિલ્હીની મેટ્રો રેલ્વે પણ તેનો લાભ મેળવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત વિકાસનાં નવા શિખર તરફ આગળ વધી રહ્યું છે, આપણી આશાઓ અને આકાંક્ષાઓ વધી રહી છે, તેથી આપણી ઉર્જા અને વીજળીની જરૂરિયાતો પણ વધી રહી છે. આવી સ્થિતિમાં આત્મનિર્ભર ભારત માટે વીજળીની આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.