Not Set/ ગેંગસ્ટર વિકાસ દુબેનાં પરિવારજનોએ તેના શવને લેવાની ના પાડી

ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં આજે માર્યો ગયો છે. યુપી એસટીએફની ટીમ વિકાસ દુબેને મધ્યપ્રદેશનાં ઉજ્જૈનથી કાનપુર લઈને આવી રહી હતી. આ દરમિયાન કથિત રીતે એસટીએફનું વાહન પલટી ખાઇ ગયું હતું. આ વાહનમાં વિકાસ દુબે હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન પલટી ખાઇ ગયા બાદ તક […]

India
ab3e9b68c59dc3e5dd459fda2b51da6c ગેંગસ્ટર વિકાસ દુબેનાં પરિવારજનોએ તેના શવને લેવાની ના પાડી
ab3e9b68c59dc3e5dd459fda2b51da6c ગેંગસ્ટર વિકાસ દુબેનાં પરિવારજનોએ તેના શવને લેવાની ના પાડી

ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં આજે માર્યો ગયો છે. યુપી એસટીએફની ટીમ વિકાસ દુબેને મધ્યપ્રદેશનાં ઉજ્જૈનથી કાનપુર લઈને આવી રહી હતી. આ દરમિયાન કથિત રીતે એસટીએફનું વાહન પલટી ખાઇ ગયું હતું. આ વાહનમાં વિકાસ દુબે હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાહન પલટી ખાઇ ગયા બાદ તક જોતા વિકાસ દુબેએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એન્કાઉન્ટરમાં વિકાસને ત્રણ ગોળી છાતી અને એક ગોળી પગમાં વાગી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર વિકાસ દુબેનાં શવને લેવાનો તેના પરિવારજનોએ ઇનકાર કર્યો છે.

વિકાસ દુબેનાં એન્કાઉન્ટર બાદ યુપી પોલીસે વિકાસ દુબે ગેંગની સફાઇ શરૂ કરી દીધી છે. બકરુ ગામમાં ડોર ટુ ડોર પોલીસ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસની તપાસમાં બિકરૂ ગ્રામ પંચાયત અને તેના ઘરમાંથી બોમ્બ મળી આવ્યા છે. જણાવી દઈએ કે વિકાસ દુબેની ગુરુવારે મધ્ય પ્રદેશનાં ઉજ્જૈનનાં મહાકાલ મંદિરથી પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે વિકાસ દુબેની મહાકાલ મંદિર સંકુલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે પછી પોલીસે તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેની પૂછપરછ કરી હતી. આ સાથે જ ઉત્તર પ્રદેશને વિકાસ દુબેની ધરપકડ અંગે માહિતી આપવામાં આવી હતી. યુપીની પોલીસ ટીમ ઉજ્જૈન પહોંચી હતી અને તેને સાથે લઈ ગઈ હતી.

આપને જણાવી દઇએ કે, વિકાસ દુબે ગુરુવારે સવારે મહાકાલ મંદિર પહોંચ્યો હતો, સુરક્ષા જવાનોને તેના પર શંકા થઇ હતી અને ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. વિકાસ દુબેની ધરપકડ કર્યા પછી, મધ્યપ્રદેશની ઉજ્જૈન પોલીસની માહિતી પર તેને ઉત્તરપ્રદેશની પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. તેમણે પંચનામા બનાવ્યુ અને વિકાસ દુબેને ઉત્તર પ્રદેશની પોલીસનાં હવાલે કર્યો હતો. જે બાદ યુપી એસટીએફની ટીમ વિકાસ દુબે સાથે કાનપુર પરત ફરી રહી હતી. ત્યારે માર્ગમાં એસટીએફનું વાહન પલટી ગયું હતું. તક જોતા કુખ્યાત ગેંગસ્ટરે હથિયાર છીનવી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ખરાબ રીતે ઘાયલ થયા બાદ મોતને ભેટ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.