સરકારી વાહક એર ઇન્ડિયાએ કાર્યક્ષમતા, આરોગ્ય અને જરૂરિયાતના આધારે કર્મચારીઓને ઓળખવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં પાંચ વર્ષ સુધી પગાર વિના ફરજિયાત રજા પર મોકલવામાં આવશે.
મંગળવારે કંપની દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર આદેશ આધારે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા યોગ્યતા, કાર્યક્ષમતા, ક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીનું સ્વાસ્થ્ય, અગાઉ ફરજની ઉપલબ્ધતા ન હોવા વગેરેના આધારે અગાઉ મહિનાઓ અથવા બે વર્ષ સુધી, કોઈ પગાર વિના ફરજિયાત રજા પર મોકલવા માટેનું પ્રવધાન હતું. જે સમયગાળો પાંચ વર્ષ સુધી લંબાવી શકાય છે.
એર ઇન્ડિયા દ્વારા 14 જુલાઈએ જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે વિભાગના વડાઓ તેમ જ મુખ્યાલયના પ્રાદેશિક કચેરીઓના નિયામકો ઉપરોક્ત માપદંડના આધારે દરેક કર્મચારીનું મૂલ્યાંકન કરશે અને ફરજિયાત રજાના કેસોની ઓળખ કરશે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “આવા કર્મચારીઓના નામ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની આવશ્યક મંજૂરી માટે મુખ્ય મથક ખાતેના જનરલ મેનેજર (કર્મચારી) ને મોકલવા જોઈએ. આ સંદર્ભમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે આ મામલે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી.
નોંધનીય છે કે કોરોના વાયરસના રોગચાળાને કારણે ભારત અને અન્ય દેશોમાં મુસાફરી પર પ્રતિબંધે એરલાઇન્સને ભારે અસર કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
