Not Set/ દિગ્ગજ બેડમિંટન ખેલાડી ટીકારામનું કોરોનાના કારણે થયું નિધન

અર્જુન એવોર્ડ વિજેતા અને દિગ્ગજ બેડમિંટન ખેલાડી રમેશ ટીકારામનું કોરોના વાયરસના કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. ભારતીય પેરા બેડમિંટનના પ્રમુખ એન.સી.સુધિરે આ માહિતી આપી. સુધીરે એક નિવેદનમાં કહ્યું, “મને આ જણાવતા દુઃખ થાય છે કે રમેશ ટીકારામનું  આજે બપોરે અવસાન પામ્યા છે.” સુધીરે તેમના નિવેદનમાં કહ્યું કે, 51 વર્ષિય ટીકારામને તાવ અને કફ હતો અને […]

Sports

અર્જુન એવોર્ડ વિજેતા અને દિગ્ગજ બેડમિંટન ખેલાડી રમેશ ટીકારામનું કોરોના વાયરસના કારણે હોસ્પિટલમાં નિધન થયું હતું. ભારતીય પેરા બેડમિંટનના પ્રમુખ એન.સી.સુધિરે આ માહિતી આપી.

સુધીરે એક નિવેદનમાં કહ્યું, “મને આ જણાવતા દુઃખ થાય છે કે રમેશ ટીકારામનું  આજે બપોરે અવસાન પામ્યા છે.” સુધીરે તેમના નિવેદનમાં કહ્યું કે, 51 વર્ષિય ટીકારામને તાવ અને કફ હતો અને 29 જૂને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે ટીકારામની પત્ની ઉપરાંત તેમના પરિવારમાં બે બાળકો છે. ટીકારામના મિત્ર કેવાઈ વેંકટેશે કહ્યું કે, આ ખેલાડીએ 2001 માં દેશમાં આંતરરાષ્ટ્રીય પેરા બેડમિંટન ટૂર્નામેન્ટ લાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.