Not Set/ આંદામાન-નિકોબારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.8ની તીવ્રતા

  આંદામાન નિકોબારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપના આંચકા ઇસ્ટ પોર્ટબ્લેયરથી 250 કિલોમીટર દૂર અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 નોંધાઈ છે. જોકે, ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી. જણાવી દઈએ કે આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના કટરામાં આજે ભૂકંપના આંચકા […]

Uncategorized
99a7943efa8ed734bbb2b3d37934984c 1 આંદામાન-નિકોબારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.8ની તીવ્રતા

 

આંદામાન નિકોબારમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજીના રાષ્ટ્રીય કેન્દ્રએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપના આંચકા ઇસ્ટ પોર્ટબ્લેયરથી 250 કિલોમીટર દૂર અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.8 નોંધાઈ છે. જોકે, ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી.

જણાવી દઈએ કે આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરના કટરામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ પૂર્વ કટરાથી આશરે 88 કિમી દૂર આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજીના નેશનલ સેન્ટરના જણાવ્યા અનુસાર, આજે સવારે 4:55 વાગ્યે આંચકા અનુભવાયા છે.

રિક્ટર સ્કેલ પર ધરતીકંપ 3.9 ની તીવ્રતા નોંધાઈ છે. નોંધનીય છે કે 4 જુલાઇની સવારે કારગિલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર  ભૂકંપની તીવ્રતા 4.0 હતી. છેલ્લા ત્રણ દિવસમાં ચાર વાર જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 14 થી 16 જૂન વચ્ચે ત્રણ વખત જમ્મુ-કાશ્મીરની ધરતી ભૂકંપથી હચમચી ઉઠી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.