Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોના બેકાબુ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 34884 નવા કેસ, જાણો કેટલાએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે તેનું સંક્રમણ નિયંત્રણની બહાર થઈ ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં ફરીથી રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં શુક્રવારે સવારે 8 થી શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 34884 નવા કોરોના વાયરસના કેસ […]

Uncategorized
27c6f14e4514182735a1c5ea3c747848 1 #CoronaUpdateIndia/ દેશમાં કોરોના બેકાબુ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 34884 નવા કેસ, જાણો કેટલાએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે તેનું સંક્રમણ નિયંત્રણની બહાર થઈ ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં ફરીથી રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં શુક્રવારે સવારે 8 થી શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 34884 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને દેશમાં કોરોના કેસની સંખ્યા વધીને 10,38,716 થઈ છે.

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણની સાથે દેશમાં જીવ ગુમાવતા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં કોરોના વાયરસને કારણે 668 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં આ જીવલેણ વાયરસના કારણે દેશભરમાં 26273 લોકો મૃત્યુ પામ્યા છે.

જોકે, દેશમાં કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે અને કોરોના વાયરસનો રીકવરી રેટ 63 ટકાથી ઉપર છે. છેલ્લા 24 કલાક દરમિયાન, સમગ્ર દેશમાં 17994 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે અને આજ સુધીમાં દેશમાં 653750 લોકો સાજા થઇ ચુક્યા છે.

દેશમાં કોરોના દર્દીઓની ઓળખ માટે રેકોર્ડ તોડવા માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને દરરોજ લાખો ટેસ્ટ કરવામાં આવે છે. શુક્રવારે, દેશભરમાં 3.61 લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે એક દિવસમાં લેવામાં આવતા સૌથી કોરોના ટેસ્ટ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 1.34 કરોડથી વધુ ટેસ્ટ લેવામાં આવ્યા છે. યુએસએ અને રશિયા પછી ભારત વિશ્વનો સૌથી મોટો ટેસ્ટ કરનાર દેશ છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.