દેશમાં કોરોના વાયરસનાં ચેપની કુલ સંખ્યા 11 લાખને વટાવી ગઈ છે. વર્લ્ડોમીટરનાં આંકડા મુજબ, દેશમાં રવિવારની સાંજ સુધીમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 11,06,135 થઈ ગઈ છે અને વાયરસથી અત્યાર સુધીમાં કુલ 27,428 લોકોનાં મોત નોંધાયા છે.
દેશમાં હાલમાં 3,85,257 સક્રિય દર્દીઓ છે. વળી સારવાર પછી ઠીક થયેલા લોકોની સંખ્યા 6,93,450 છે. દેશનાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ 3 લાખ, 10 હજાર કેસ છે. આ પછી, તમિળનાડુમાં 1 લાખ 70 હજાર, દિલ્હીમાં 1 લાખ 22 હજાર, કર્ણાટકમાં 64 હજાર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 49 હજાર કોરોનાનાં કેસ નોંધાયા છે.
ગુરુવારે, દેશમાં કોરોનાં ચેપનું પ્રમાણ 10 લાખને વટાવી ગયું હતુ અને રવિવારે 11 લાખ કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં 10 થી 11 લાખ કેસોમાં માત્ર ત્રણ દિવસનો સમય લાગ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દેશમાં દરરોજ 30 હજારથી વધુ કેસ આવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. જો કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કોરોનાથી મૃત્યુ વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ઓછું છે. ભારતમાં કોરોનાથી મૃત્યુનું પ્રમાણ 2.49 છે. જે વિશ્વમાં સૌથી નીચું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
