Not Set/ લ્યો બોલો હવે કેન્દ્ર એ કહ્યું કે, N – 95 માસ્ક ન વાપરો, તેનાથી સંક્રમણ રોકાતું નથી…!!!

  કોરોનાનાં કપરા કાળની શરુઆતમાં જેની મોટી ડિમાન્ડ હતી અને દુનિયાનાં અનેક દેશો સૌ પ્રથમ જેનાં જથ્થા અને સપ્લાયને લઇને આમને સામાને આવી ગયા હતા તે જ  N-95 માસ્કને લઇને ભારતની કેન્દ્ર સરકાર દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી રહી છે. જી હા, ભરાત સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, N-95 માસ્કથી કોરોનાનો ખતરો વધી શકે છે.  કેન્દ્ર […]

Uncategorized
f236e5168a3f34442cb08b555fd77af6 લ્યો બોલો હવે કેન્દ્ર એ કહ્યું કે, N - 95 માસ્ક ન વાપરો, તેનાથી સંક્રમણ રોકાતું નથી...!!!
f236e5168a3f34442cb08b555fd77af6 લ્યો બોલો હવે કેન્દ્ર એ કહ્યું કે, N - 95 માસ્ક ન વાપરો, તેનાથી સંક્રમણ રોકાતું નથી...!!! 

કોરોનાનાં કપરા કાળની શરુઆતમાં જેની મોટી ડિમાન્ડ હતી અને દુનિયાનાં અનેક દેશો સૌ પ્રથમ જેનાં જથ્થા અને સપ્લાયને લઇને આમને સામાને આવી ગયા હતા તે જ  N-95 માસ્કને લઇને ભારતની કેન્દ્ર સરકાર દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી રહી છે. જી હા, ભરાત સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, N-95 માસ્કથી કોરોનાનો ખતરો વધી શકે છે. 

કેન્દ્ર સરકાર દ્વારા N-95 માસ્કને લઇ મોટી ચેતવણી આપવાની સાથે સાથે સરકાર દ્વારા લોકોને N-95 માસ્ક ન વાપરવાની પણ સલાહ અપાઇ રહી છે. છિદ્રવાળા N-95 માસ્કથી સંક્રમણ નથી અટકતું તેવા તારણો સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. 

કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાનાં કપરાકાળનાં ચાર માસ પછી આવી વિચીત્ર જાહેર રાત કરવામાં આવી રહી છે કે, અને કહ્યું છે કે,  આનાથી(N-95) માસ્કથી વાયરસનો પ્રસાર નથી રોકાતો.  કેન્દ્ર સરકારનાં મહાનિર્દેશક રાજીવ ગર્ગે પ્રધાન સચિવોને પત્ર લખ્યો છે. અને કહ્યું છે કે, છિદ્રવાળાં N-95 માસ્કથી જીવલેણ વાયરસનું સંક્રમણ અટકતું નથી. 

આપને જણાવી દઇએ કે, કોરોનાથી બચવા લોકો N-95 માસ્કનો ઉપયોગ વ્યાપક ઉપયોગ કરી રહ્યાં છે. અને  દેશમાં અત્યાર સુધી 11.54 લાખ કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવી ચૂક્યા છે. સાથે જ મોતનો આંકડો પણ અત્યાર સુધીમાં 28054ને પાર પહોંચી ચૂક્યો છે.