Not Set/ #CoronaUpdateIndia/ કોરોનાએ તોડ્યો રેકોર્ડ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 45 હજારથી વધુ કેસ

કોરોનાવાયરસ સંક્રમણનાં વધતા જતા કેસોનો દર દરરોજ વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. 23 જુલાઇની સવારથી, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ સંક્રમણનાં 45,720 નવા કેસ નોંધાયા છે. આ સાથે હવે દેશમાં નોંધાયેલા દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે. એટલું જ […]

India

કોરોનાવાયરસ સંક્રમણનાં વધતા જતા કેસોનો દર દરરોજ વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધીનો સર્વોચ્ચ છે. 23 જુલાઇની સવારથી, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસ સંક્રમણનાં 45,720 નવા કેસ નોંધાયા છે.

આ સાથે હવે દેશમાં નોંધાયેલા દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે. એટલું જ નહીં, છેલ્લા 24 કલાકમાં, વધુમાં વધુ 1,129 લોકોનાં મોત પણ થયાં છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 29,861 પર પહોંચી ગયો છે. ચિંતાજનક બાબત એ છે કે જો આ ગતિ જ રહેશે તો 12 થી 13 લાખનો આંકડો પાર કરવામાં માત્ર બે દિવસનો સમય લાગશે, અને આપણે શનિવારે (25 જુલાઇ) 13 લાખનો આંકડો પાર કરી લીધો હશે.