Not Set/
સ્પોર્ટ્સ/ કોરોના વાયરસનાં સંકટ વચ્ચે રોજર ફેડરરે ‘સ્વિટ્ઝરલેન્ડનાં નબળા પરિવારોને 1 મિલિયન સ્વિસ ફ્રેન્કનું કર્યુ દાન

કોરોના વાયરસથી વિશ્વની દરેક વ્યક્તિ આજે ચિંતિત છે, આ આપદાને પહોંચી વળવા જ્યા ઘણા કોર્પોરેટ્સ સામે આવ્યા છે ત્યા હવે રમત-ગમતથી જોડાયેલા ખેલાડીઓ પણ હવે આ સંકટની પળોમાં લોકોને મદદ કરી રહ્યા છે. આ કડીમાં એક નામ તાજેતરમાં સામે આવ્યુ છે તે છે રોજર ફેડરર. આપને જણાવી દઇએ કે, રોજર ફેડરરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત […]

Sports
9ab6be7a067e5dd7ffbcbc93432cba6d <div>સ્પોર્ટ્સ/ કોરોના વાયરસનાં સંકટ વચ્ચે રોજર ફેડરરે 'સ્વિટ્ઝરલેન્ડનાં નબળા પરિવારોને 1 મિલિયન સ્વિસ ફ્રેન્કનું કર્યુ દાન</div>

કોરોના વાયરસથી વિશ્વની દરેક વ્યક્તિ આજે ચિંતિત છે, આ આપદાને પહોંચી વળવા જ્યા ઘણા કોર્પોરેટ્સ સામે આવ્યા છે ત્યા હવે રમત-ગમતથી જોડાયેલા ખેલાડીઓ પણ હવે આ સંકટની પળોમાં લોકોને મદદ કરી રહ્યા છે. આ કડીમાં એક નામ તાજેતરમાં સામે આવ્યુ છે તે છે રોજર ફેડરર. આપને જણાવી દઇએ કે, રોજર ફેડરરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે કોરોનોવાયરસ સંકટનાં વચ્ચે તેણે અને તેની પત્ની મિર્કાએ સ્વિટ્ઝરલેન્ડનાં સૌથી સંવેદનશીલ પરિવારોને 1 મિલિયન સ્વિસ ફ્રેન્ક દાનમાં આપ્યા છે.

Image result for roger federer

જે રીતે તેણે પોતાનું યોગદાન જાહેર કર્યું હતુ, તેમ તેણે અન્યને પણ જરૂરીયાતનું સમર્થન આપવા હાકલ કરી છે. ફેડરરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “આ બધા માટે પડકારજનક સમય છે અને આ સમયે કોઈએ પાછળ ન રહેવું જોઈએ. મિર્કા અને મેં વ્યક્તિગત રીતે સ્વીટઝરલેન્ડનાં સૌથી સંવેદનશીલ પરિવારોને એક મિલિયન સ્વિસ ફ્રેંક દાન આપવાનું નક્કી કર્યું છે.” અમારું યોગદાન માત્ર એક શરૂઆત છે. અમે આશા રાખીએ છીએ કે અન્ય લોકો જરૂરિયાતથી વધુ પરિવારોનું સમર્થન કરવામાં સામેલ થશે. સાથે મળીને આપણે આ સમસ્યાને પહોંચી વળીશું. તંદુરસ્ત રહો!” 

Image result for roger federer

ઉલ્લેખનીય છે કે, વિશ્વને પોતાના ભરડામાં લેનાર કોરોના વાયરસે તેનો પ્રકોપ એવો બતાવ્યો છે કે તેની સામે આજે માણસ નાનો બની ગયો છે. કુદરતને પડકાર આપતો માણસ આજે આ વાયરસની સામે લાચાર દેખાઇ રહ્યો છે. જે સ્પષ્ટ કરે છે કે જ્યારે કુદરત નારાજ થાય છે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.