કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં હાલ ભયનો માહોલ છે અને દિવસે ને દિવસે આ વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. આ કારણે ટોકિયો ઓલમ્પિક એક વર્ષ મોકૂફ રાખાઈ હતી, પરંતુ હવે ટોકિયો ઓલમ્પિકની નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે. IOC એ કરેલી જાહેરાત મુજબ, ગેમ્સનો આ મહાકુંભ હવે 23 જુલાઈથી 8 ઓગસ્ટ 2021 સુધી યોજાશે.
કોરોના મહામારીને કારણે ઓલમ્પિક એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. આ રમતો અગાઉ આ વર્ષે 24 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન યોજાવાની હતી. પેરાલિમ્પિક રમતો હવે 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
IOC, IPC, Tokyo 2020 Organising Committee and Tokyo Metropolitan Government announce new dates for the Olympic and Paralympic Games Tokyo 2020 https://t.co/QITtT5dcl8 pic.twitter.com/DHi4u74ZXa
— Olympics (@Olympics) March 30, 2020
ટોકિયો ઓલમ્પિકને લઈ IOCના પ્રમુખે કહ્યું, મહાકુંભની તારીખ બદલવાનો નિર્ણય તમામ લોકોએ કરેલી અપીલ અને ટિપ્પણીઓ બાદ લેવામાં આવ્યો છે. જેથી હું આશા રાખું છું કે તમામ લોકો આ પગલાને આવકારશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
