Not Set/ સેક્સ લાઈફને વધુ રસપ્રદ બનાવવા માંગો છો તો અપનાવી શકો છો આ ટીપ્સ

વધુ સારી સેક્સલાઈફ માણવી તે જરા પણ અઘરું નથી. આમ, સંશોધકોએ શોધ્યુ છે કે પુરુષો બાળક પ્રત્યેની ફરજો વધુ ઉઠાવે તો વિજાતીય સંબંધો વધુ સંતોષપ્રદ બને છે અને તેનાથી તેમની સેક્સલાઈફમાં સુધારો થાય છે. મહત્વની હકીકત એ છે કે, જ્યારે પુરુષો બાળકની સંભાળ રાખતા હોય ત્યારે તેઓ ફક્ત પહેલેથી નિશ્ચિત કરેલી સ્થિતિ જેમની તેમ રહે […]

Relationships

વધુ સારી સેક્સલાઈફ માણવી તે જરા પણ અઘરું નથી. આમ, સંશોધકોએ શોધ્યુ છે કે પુરુષો બાળક પ્રત્યેની ફરજો વધુ ઉઠાવે તો વિજાતીય સંબંધો વધુ સંતોષપ્રદ બને છે અને તેનાથી તેમની સેક્સલાઈફમાં સુધારો થાય છે.

મહત્વની હકીકત એ છે કે, જ્યારે પુરુષો બાળકની સંભાળ રાખતા હોય ત્યારે તેઓ ફક્ત પહેલેથી નિશ્ચિત કરેલી સ્થિતિ જેમની તેમ રહે તેટલો જ પ્રયાસ કરે છે જ્યારે સ્ત્રીઓ બાળકોની સંભાળના અવનવા માર્ગો શોધી કાઢે છે. આમ, આ અભ્યાસમાં 900થી વધુ દંપતીઓનાં પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.

જો કે અભ્યાસ દરમિયાન સંશોધકોએ શોધ્યુ હતુ કે, બાળકની સારસંભાળની જવાબદારીઓ સ્ત્રીઓએ જ મુખ્ય ભાગે ભજવી હોય તેવા દંપતીમાં બંનેની સેક્સલાઈફ સારી ન હોવાની ફરિયાદ કરી હતી. સંશોધકોએ એવો નિષ્કર્ષ તારવ્યો છે કે, બાળક પ્રત્યેની મોટાભાગની જવાબદારીઓ પિતા ગ્રહણ કરે તો તેમની સેક્સલાઈફ વધુ આનંદ અને સંતોષપ્રદ બને છે. આ દંપતીઓ સમાનતાવાદી વ્યવસ્થામાં સેક્સની મજા માણી શકાય તેટલો જ આનંદ મેળવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.