Not Set/ રેપિડ ટેસ્ટિંગ કીટ પર નફાખોરી મેળવતા લોકોને દેશ ક્યારે માફ નહી કરે : રાહુલ ગાંધી

  કોરોના વાયરસની તપાસમાં ચીનની રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના વિશે મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થયા છે. ભારતીય તબીબી સંશોધન પરિષદને વેચાયેલી રેપિડ ટેસ્ટિંગ કીટ ખૂબ ઉંચા ભાવે આપવામાં આવી છે. આ કીટ ખૂબ મોટો નફો છે. મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પીએમ […]

India
4d22b3915291515713d20a7bfa4d46a9 1 રેપિડ ટેસ્ટિંગ કીટ પર નફાખોરી મેળવતા લોકોને દેશ ક્યારે માફ નહી કરે : રાહુલ ગાંધી
4d22b3915291515713d20a7bfa4d46a9 1 રેપિડ ટેસ્ટિંગ કીટ પર નફાખોરી મેળવતા લોકોને દેશ ક્યારે માફ નહી કરે : રાહુલ ગાંધી 

કોરોના વાયરસની તપાસમાં ચીનની રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના વિશે મહત્વપૂર્ણ ઘટસ્ફોટ થયા છે. ભારતીય તબીબી સંશોધન પરિષદને વેચાયેલી રેપિડ ટેસ્ટિંગ કીટ ખૂબ ઉંચા ભાવે આપવામાં આવી છે. આ કીટ ખૂબ મોટો નફો છે. મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે પીએમ મોદીને કાર્યવાહી કરવાનું કહ્યું છે.

સોમવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, જ્યારે સમગ્ર દેશ કોરોના વાયરસનાં સંકટ સામે લડી રહ્યો છે ત્યારે પણ કેટલાક લોકો અયોગ્ય નફો મેળવવામાં ચૂકતા નથી. આ ભ્રષ્ટ માનસિકતા પર હવે શરમ આવે છે. રાહુલ ગાંધીએ આ મામલે પગલાં લેતાં લખ્યું છે કે, ‘અમે વડા પ્રધાન પાસેથી માંગ કરીએ છીએ કે આ નફાખોરો પર ટૂંક સમયમાં કડક પગલાં લેવામાં આવે. દેશ તેમને ક્યારેય માફ નહીં કરે.

આપને દણાવી દઇએ કે, ચીનથી આયાત થયેલા કોવિડ19 રેપિડ ટેસ્ટ કીટને લઇને તેના વિતરક અને આયાતની વચ્ચે વિવાદ સામે આવ્યો છે. જે બાદ આ સમગ્ર મામલો દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો હતો, ત્યારબાદ તેની કિંમત જાહેર થઈ. ચીનથી જે કીટ લાવવામાં આવી રહી છે તેની કિંમત 245 રૂપિયા છે, પરંતુ ડિસ્ટ્રિબ્યુટર રીઅલ મેટાબોલિક્સ અને આર્ક ફાર્માસ્યુટિકલ્સ આ કીટને આઈસીએમઆરને 600 રૂપિયામાં એટલે કે લગભગ 145% ના નફા સાથે વેચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.