Not Set/ પાલઘર સાધુ મર્ડર કેસમાં મોટી કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ, 35 ની બદલી

પાલઘર મોબ લિંચિંગ કેસમાં ઉદ્ધવ સરકારે બુધવારે મોટી કાર્યવાહી કરતાં વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. વળી, કાસા પોલીસ સ્ટેશનનાં 35 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. આ કેસમાં પહેલાથી બે પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાનાં ગડચિનચલે ગામમાં 16 એપ્રિલની રાત્રે ટોળાએ 2 સાધુઓ સહિત 3 લોકોને […]

India

પાલઘર મોબ લિંચિંગ કેસમાં ઉદ્ધવ સરકારે બુધવારે મોટી કાર્યવાહી કરતાં વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. વળી, કાસા પોલીસ સ્ટેશનનાં 35 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. આ કેસમાં પહેલાથી બે પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લાનાં ગડચિનચલે ગામમાં 16 એપ્રિલની રાત્રે ટોળાએ 2 સાધુઓ સહિત 3 લોકોને ઢોર માર મારતા હત્યા કરી હતી.

સાધુઓને માર મારવાનાં કેસમાં કડક કાર્યવાહી કરતાં પોલીસે મદદનીશ સબ ઈન્સ્પેક્ટર સહિતનાં બે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. આ કેસમાં પહેલાથી જ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાસા પોલીસ સ્ટેશનનાં 35 પોલીસકર્મીઓની બદલી કરાઈ છે. આ માહિતી પાલઘર પોલીસનાં જનસંપર્ક અધિકારીએ આપી હતી. આ સમગ્ર મામલાની તપાસ સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ દ્વારા કરવામાં આવી રહી છે અને તપાસનું કામ સીઆઈડીને સોંપવામાં આવ્યું છે. પાલઘરનાં એસપી ગૌરવસિંહે જણાવ્યું હતું કે, પાલઘર ઘટના સંદર્ભે કાસા પોલીસ સ્ટેશનનાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં ગ્રામજનો અને 110 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. જેમાંથી 101 ને 30 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને નવ સગીરને એક કિશોરને આશ્રયસ્થાનમાં મોકલવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય માનવાધિકાર પંચએ 21 એપ્રિલે પાલઘર ટોળાની હિંસાની ઘટના અંગે મહારાષ્ટ્ર પોલીસનાં ડીજીપીને નોટિસ મોકલી છે. મહારાષ્ટ્રનાં પાલઘરનાં ગડચિનચલ ગામે બે સાધુઓને નિર્દયતાથી મારી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના ત્યાં હાજર કેટલાક પોલીસકર્મીઓની સામે બની હતી. આરોપીઓએ સાધુઓ સાથે ડ્રાઇવર અને પોલીસકર્મીઓ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલા બાદ સાધુઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.