વિશ્વવ્યાપી કોરોના વાયરસનો સંકટદિવસો જતા વધી રહ્યો છે. વિશ્વનાં લગભગ દરેક દેશ તેની સફળ વેક્સીન બનાવવામાં વ્યસ્ત છે. દરમિયાન, પુણે સ્થિત કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં સીઈઓએ કહ્યું કે, જો ટ્રાયલ સફળ થાય તો આ વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં કોરોના વેક્સીન બજારમાં આવી શકે છે. કંપનીનાં સીઈઓ અડર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, આ રસીની કિંમત 1,000 રૂપિયાની નજીક હોઈ શકે છે.
પૂનાવાલાએ એક ઇટરવ્યૂમાં કહ્યું હતું કે, તે જોખમ લેતા કોરોના વેક્સીનનાં આગોતરા ટેસ્ટિંગ પહેલાં તેનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે, તે આવતા મહિનાનાં અંત સુધીમાં ઉત્પાદન શરૂ કરી શકે છે. જો ટેસ્ટિંગ સફળ થાય છે, તો તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, યુકે એ વેક્સીન અંગે ક્લિનિકલ ટ્રાયલની ઘોષણા કરી છે, જ્યારે અમે તેના ઉત્પાદનની પણ શરૂઆત કરી દીધી છે.
અડર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, અમે રસી પ્રથમ બનાવવાનું નક્કી કર્યું છે જેથી ટ્રાયલ સફળ થયા પછી તુરંત તેને બજારમાં લાવવામાં આવે. જો ટ્રાયલ સફળ થયા પછી ઉત્પાદન શરૂ થયું હોત, તો તે ઘણો સમય લઇ લેશે. અમારો પ્રયાસ રસીને વહેલી તકે લોકો સુધી પહોંચાડવાનો છે. તેમણે માહિતી આપી કે તેની માનવ ટ્રાયલ પણ મે ના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સીઈઓ પૂનાવાલાએ જણાવ્યું હતું કે રસી બનાવવાનું કામ આગામી ત્રણ અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. તેમણે માહિતી આપી કે કંપની દર મહિને 40 થી 50 લાખ ડોઝ બનાવશે. આ પછી, ઉત્પાદનમાં વધુ વેગ આવશે અને કંપની દર મહિને 1 કરોડ રસી બનાવશે. આ સિવાય સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દર મહિને ઉત્પાદન 4 કરોડ સુધી પહોંચી શકે છે. પછી અમે તેને અન્ય દેશોમાં પણ નિકાસ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
