દિલ્હીમાં ભલે પ્લાઝ્મા થેરાપીનાં પરિણામો સકારાત્મક રહ્યા છે પરંતુ મહારાષ્ટ્રમાં પ્લાઝ્મા થેરાપી લેનારા પ્રથમ દર્દીનું મોત કોરોના વાયરસથી થયું છે. આ સમાચાર દરેક માટે ચોંકાવનારા છે કારણ કે પ્લાઝ્મા થેરાપીને કોરોના ચેપ માટે અસરકારક સારવાર તરીકે જોવામાં આવતી હતી. મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એક 53 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ, એક 53 વર્ષીય વ્યક્તિને કોરોના ચેપની ફરિયાદનાં આધારે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મહારાષ્ટ્રનો આ પ્રકારનો પહેલો કોરોના સંક્રમિત કેસ હતો જેની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીની મદદ લેવી પડી. હોસ્પિટલનાં સીઈઓ ડૉ.રવિશંકરે જણાવ્યું હતું કે, 29 એપ્રિલે સારવાર દરમિયાન દર્દીનું મોત નીપજ્યું હતું.
A 53-year-old male patient, the first to undergo plasma therapy in Maharashtra passed away on 29th April: Dr Ravishankar, CEO Lilavati Hospital, Mumbai #COVID19
— ANI (@ANI) May 1, 2020
હોસ્પિટલનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દર્દીની હાલત ખૂબ જ નાજુક હતી. તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો અને તેની સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સારવારમાં વિલંબ થતાં તેને શ્વાસ લેવાની તકલીફ પડી રહી હતી. તેને એક્યૂટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમ અને ન્યૂમોનિયા હતો. ડૉકટરોએ પ્લાઝ્મા થેરાપી દ્વારા પણ સારવાર કરી જોઇ, જે નિષ્ફળ સાબિત થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
