Not Set/ #CoronaUpdateIndia/ ભારતમાં કોરોનાનો કહેર, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1,993 નવા કેસ, કુલ કેસનો આંકડો પહોંચ્યો…

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 35 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,993 માં કોરોના વાયરસનાં નવા કેસો નોંધાયા છે, જેમાં 73 લોકો મૃત્યુ પામ્યા છે. શુક્રવારે […]

India

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. દેશમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઇ રહ્યો છે અને દર્દીઓની સંખ્યા અત્યાર સુધીમાં 35 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,993 માં કોરોના વાયરસનાં નવા કેસો નોંધાયા છે, જેમાં 73 લોકો મૃત્યુ પામ્યા છે.

શુક્રવારે જાહેર થયેલા આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, દેશભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 35,043 થઈ ગયા છે અને આ ખતરનાક કોવિડ-19 થી અત્યાર સુધી 1,147 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનામાં કુલ 35,043 કેસોમાં 25,007 સક્રિય કેસ છે, જ્યારે 8,889 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 459 લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે. હવે આ રોગચાળાથી પીડિતોની સંખ્યા વધીને 12,730 થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.