Not Set/ તેલંગાણામાં ફસાયેલા પરપ્રાંતીય 1200 મજૂરો માટે ચલાવવામાં આવી સ્પેશલ ટ્રેન

દેશવ્યાપી લોકડાઉનમાં, વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના મૂળ રહેઠાણ સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેલંગાણા સરકારની વિનંતી અને કેન્દ્રીય રેલ્વે મંત્રાલયનાં નિર્દેશન મુજબ શુક્રવારે લિંગમપલ્લી (હૈદરાબાદ) થી હટિયા (ઝારખંડ) માટે એક ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી, જેમાં હજારો કામદારો તેમના ઘરે જવા માટે રવાના થયા હતા. મહત્વનું છે કે, 25 માર્ચે રાષ્ટ્રવ્યાપી […]

India

દેશવ્યાપી લોકડાઉનમાં, વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને તેમના મૂળ રહેઠાણ સ્થળે પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેલંગાણા સરકારની વિનંતી અને કેન્દ્રીય રેલ્વે મંત્રાલયનાં નિર્દેશન મુજબ શુક્રવારે લિંગમપલ્લી (હૈદરાબાદ) થી હટિયા (ઝારખંડ) માટે એક ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી, જેમાં હજારો કામદારો તેમના ઘરે જવા માટે રવાના થયા હતા. મહત્વનું છે કે, 25 માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન, જે અમલમાં આવ્યું ત્યારથી, સ્થળાંતર કામદારો તેમના ઘરે જવા માંગ કરી રહ્યા હતા.

ભારતમાં, કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 35 હજારને વટાવી ગઈ છે, જે રાજ્યો અને કેન્દ્ર સરકાર માટે ચિંતાનું કારણ બની રહી છે, આ સમય દરમિયાન, સરકારમાં મજૂરોનું સ્થળાંતર પણ એક મોટી સમસ્યા હતી, જે હવે ધીમે ધીમે કરીને ઉકેલવામાં આવી રહ્યુ છે. કેટલાક રાજ્યોએ તેમના નાગરિકોને પાછા બોલાવવાનું નક્કી કર્યું છે, ત્યારબાદ મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારને વિશેષ ટ્રેનો ચલાવવા વિનંતી કરી હતી.

રાજ્યોની વિનંતીને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે પરપ્રાંતિય મજૂરોને ઘરે લઈ જવા માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી છે. ગુરુવારે તેલંગાણામાં રહેતા ઉત્તર ભારતનાં કામદારોની માંગને સ્વીકારીને, તેઓને હૈદરાબાદનાં લિંગમપલ્લીથી ઝારખંડનાં હટિયા મોકલવામાં આવ્યા છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સનાં ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે જણાવ્યું હતું કે, ટ્રેનનાં 24 કોચમાં આશરે 1,200 પ્રવાસીઓને સ્થળાંતર કરાયા છે, આ ટ્રેન આજે તેલંગાણાનાં લિંગમપલ્લીથી ઝારખંડનાં હટિયા તરફ જઇ રહી છે.

દક્ષિણ મધ્ય રેલ્વેનાં પ્રવક્તાએ કહ્યું કે, તેલંગાણા સરકારની વિનંતી પર ‘વિશેષ ટ્રેન‘ ચલાવવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું, “સ્ટેશન પર મુસાફરોની પૂર્વ તપાસ અને ટ્રેનમાં સામાજિક અંતર જાળવવા જેવી તમામ જરૂરી સાવચેતીઓનું પાલન કરવામાં આવ્યું હતું.” જણાવી દઇએ કે, કોરોના વાયરસનાં રોગચાળાનાં ફેલાવને રોકવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને કારણે, સમગ્ર દેશમાં ફસાયેલા પ્રવાસીઓને અને વિદ્યાર્થીઓને તેમના ઘરે પહોંચાડવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરવાનું દબાણ હંમેશા કેન્દ્રની સરકાર પર રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.