ભોપાલ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના મંત્રાલયમાં વંદે માતરમ ગાવાની ના પાડતા રાજકારણ ગરમાયું છે. હવે તેમણે પોતાના આ નિર્ણયને પાછો લઇ લીધો છે.
#MadhyaPradesh CM Kamal Nath: At 10:45 am on first working day of every month,police band will play the tunes that encourage patriotic feelings during their march from Shaurya Samarak to Vallabh Bhawan in Bhopal.On arrival at the Bhawan, National Anthem&Vande Mataram will be sung pic.twitter.com/B516wGW3l1
— ANI (@ANI) January 3, 2019
સીએમ કમલનાથે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે દર મહિનાની પહેલી તારીખે સવારે ૧૦:૪૫ વાગ્યે ભોપાલમાં શૌર્ય-સ્મારકથી વલ્લભ ભવન સુધી રેલી નીકળશે જેમાં પોલીસનું બેન્ડ એવી ધૂન વગાડશે જે દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ભવન પહોચીને રાષ્ટ્રગીત અને વંદે માતરમ ગાવામાં આવશે.
બુધવારે સીએમ કમલનાથે કહ્યું હતું કે તેઓ બીજેપીની વંદે માતરમની પરંપરાને બંધ નહી કરે પરંતુ તેને બીજું રૂપ આપશે જે ૧-૨ દિવસમાં જાહેર થશે.
શિવરાજ સિંહ ચૌહાણે શું કહ્યું ?
वंदे मातरम् के कारण लोगों के हृदय में प्रज्वलित देशभक्ति की भावनाओं में नयी ऊर्जा का संचार होता था। अत्यंत दुर्भाग्यपूर्ण है कि कांग्रेस की सरकार ने यह परंपरा आज तोड़ दी। आज पहली तारीख़ को वंदे मातरम् नहीं गाया गया!
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 1, 2019
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું છે કે જો કોંગ્રેસને રાષ્ટ્રગીતના શબ્દો નથી આવડતા કે રાષ્ટ્રગીત ગાવામાં શરમ આવે છે તો મને કહી દે.
अगर कांग्रेस को राष्ट्र गीत के शब्द नहीं आते हैं या फिर राष्ट्र गीत के गायन में शर्म आती है, तो मुझे बता दें! हर महीने की पहली तारीख़ को वल्लभ भवन के प्रांगण में जनता के साथ वंदे मातरम् मैं गाऊँगा।
जय हिंद!
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 1, 2019
હું દર મહિનાની પહેલી તારીખે વલ્લભ ભવનના પ્રાંગણમાં જનતા સાથે વંદે માતરમ ગાઇશ. વધુમાં તેમણે કહ્યું કે કોંગેસ કદાચ ભૂલી ગઈ છે કે સરકાર તો આવતી-જતી રહે છે પરંતુ તેનાથી દેશ અને દેશભક્તિ પર કોઈ અસર નથી થતી. હું માંગ કરું છુ કે વંદે માતરમ ગીત હંમેશાની જેમ કેબીનેટમાં મીટીંગની પહેલા અને દર મહિનાની પહેલી તારીખે વલ્લભ ભવનના પ્રાંગણમાં ગાવામાં આવે. જય હિંદ.
તમને જણાવી દઈએ કે ગઈ કાલે ભોપાલમાં બીજેપીના કાર્યકરો દ્વારા સચિવાલયની બહાર વંદે માતરમને લઈને સીએમ કમલનાથનો વિરોધ કરવામાં આવ્યો હતો.
મધ્ય પ્રદેશમાં ૧૫ વર્ષ બાદ કોંગ્રેસની સરકાર આવી છે. કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
