વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (શુક્રવારે) પોતાના મંત્રીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં, રવિવાર એટલે કે 3 મે પછી લોકડાઉન પૂરો થાય ત્યારે સ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવી તેની ચર્ચા થઈ છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત રેલવે પ્રધાન પીયુષ ગોયલ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, સીડીએસ જનરલ બિપિન રાવત અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં લોકડાઉનનાં બીજા તબક્કાની સમીક્ષા કરવામાં આવી હતી, જે 3 મે નાં રોજ સમાપ્ત થાય છે. કોરોનાનાં કેસો હજી વધી રહ્યા છે ત્યારે આર્થિક મોરચે પણ સંકટ છે. આવી સ્થિતિમાં, 3 મે પછી, રણનીતિ અપનાવવામાં આવશે તે અંગે બેઠક બોલાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે દેશને કોરોના કેસોનાં આધારે ત્રણ ઝોનમાં વહેંચી દીધા છે. દેશને રેડ ઝોન, ઓરેંજ ઝોન અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 3 મે પછી, આ આધાર પર લોકડાઉનમાંથી મુક્તિનો નિર્ણય કરવામાં આવશે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 હજારની પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે ભારતમાં હવે કોવિડ-19 પોઝિટિવ કેસની કુલ સંખ્યા 35,043 થઇ ગઇ છે જ્યારે 1,147 લોકોનાં મોત થયા છે. દેશમાં હાલમાં 25,007 સક્રિય કેસ છે એટલે કે આ લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વળી 8,889 દર્દીઓ સ્વસ્થ થયા છે અને આજે ઘરે પહોંચી ગયા છે. ભારતમાં કોરોના સંક્રમણનાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં આ રોગચાળાનાં ભોગ બનેલા લોકોની સંખ્યા 10,498 છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધુ 459 મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોના ચેપનાં 4,395 અને 214 લોકોનાં મોત નોંધાયા છે. આ પછી દિલ્હીમાં 3,515, મધ્યપ્રદેશમાં 2,661, રાજસ્થાનમાં 2,584 અને તમિલનાડુમાં 2,323 કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
