Not Set/ બ્રેકિંગ/ લોકડાઉન વધુ બે સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યું, 17મી મે સુધી દેશભરમાં રહેશે લોકડાઉન

દેશભરમાં વૈશ્વિક મહામાંરીકોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેમાયે ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં કાળો કહેર મચાવ્યો છે. જેને લાને આપવામાં લોક ડાઉનની મુદ્દત આગામી ૩ મેં ના રોજ પૂરી થઇ રહી છે. પરંતુ હજુ પણ સ્થિતિ ઠેરની ઠેર છે.  જેને પગલે  PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ […]

India

દેશભરમાં વૈશ્વિક મહામાંરીકોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેમાયે ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં કાળો કહેર મચાવ્યો છે. જેને લાને આપવામાં લોક ડાઉનની મુદ્દત આગામી ૩ મેં ના રોજ પૂરી થઇ રહી છે. પરંતુ હજુ પણ સ્થિતિ ઠેરની ઠેર છે.  જેને પગલે  PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી. બીજા તબક્કાના લોકડાઉન અને આગામી રણનીતિ અંગે ચર્ચા યોજાઈ હતી.  જેમાં વધુ બે અઠવાડિયા સુધી લોકડાઉન વધારવ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાનની  ગૃહમંત્રી, રેલમંત્રી, નાણામંત્રી સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં CDS જનરલ બિપિન રાવત સહિત ઉચ્ચ અધિકારી હાજર રહ્યાં હતા. જેમાં વધુ બે અઠવાડિયા માટે લોક ડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દેશમાં  આ ત્રીજા તબક્કાનું લોકડાઉન 4મે થી 17 મે સુધી 2 અઠવાડિયા લંબાવાયું છે. જોકે ગ્રીન ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવશે.

આ ઉપરાંત ગૃહવિભાગે આ સમયમાં વિવિધ પ્રવૃતિઓના રેગ્યુલેશન માટે ગાઈડ લાઇન્સ જાહેર કરી છે. આ ગાઈડલાઇન્સ દેશમાં વર્ગીકૃત કરેલા રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન પ્રમાણે નક્કી કરાઈ છે. જે જિલ્લાઓ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવે છે તેમને ઘણી છૂટ આપવામાં આવી છે.

30 એપ્રિલના રોજ જાહેર કરેલા પત્રમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને કેવી રીતે નક્કી કરવામાં આવ્યા છે અને તેના વિષે વિગતવાર માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વડે આપવામાં આવી હતી.  1. અત્યાર સુધી એક પણ કેસ ન નોંધાયો હોય અથવા છેલ્લા 21 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ ન હોય તેવા જિલ્લાઓને ગ્રીન ઝોનમાં રાખ્યા છે. 2. રેડ ઝોનના જિલ્લાઓ નક્કી કરતી વખતે કુલ એક્ટિવ કેસીસ, પોઝિટિવ કેસ બમણાં થવાનો સમય, ટેસ્ટિંગ અને સર્વેલન્સ જેવા આંકડાઓ ધ્યાનમાં રાખવામાં આવશે. 3. રેડ અને ગ્રીન બંનેમાં વર્ગીકૃત ન થાય એ જિલ્લાઓ ઓરેન્જ ઝોનમાં રખાશે.

આ પ્રમાણે વર્ગીકૃત થયેલા જિલ્લાઓની યાદી દર અઠવાડિયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સોંપશે. રાજ્ય સરકારો પોતાની જરૂરિયાત પ્રમાણે આ યાદીમાં રેડ ઝોનમાં આવેલા જિલ્લાઓની સંખ્યા વધારી શકશે પણ કેન્દ્રએ રેડઝોનમાં રાખેલા જિલ્લાઓની સંખ્યા ઘટાડી નહીં શકે.

રેડ ઝોનમાં કેટલાંક પ્રકારના પ્રતિબંધ હશે. અહીં સાયકલ રિક્ષા, ઓટો રિક્ષા, ટેક્સ અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લામાંથી અન્ય જિલ્લા વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલોન અને નાયીની દુકાન પણ નહીં ખૂલે. સંપૂર્ણ દેશમાં રેલ, એર, મેટ્રો સેવા અને એક રાજ્યથી અન્ય રાજ્યમાં આવનજાવન બંધ રહેશે. સ્કૂલ, કોલેજ અને એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ પણ બંધ રહેશે. ​ઑરેન્જ ઝોનમાં ટૅક્સી અને કેબ સેવાને અનુમતિ મળશે પરંતુ ડ્રાઈવરની સાથે એક જ યાત્રી સફર કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.