Not Set/ #Lockdown/ આ વિસ્તારોમાં શરતોને આધીન ખુલશે દારૂની દુકાન

કેન્દ્ર સરકારે શુક્રવારે કોરોના વાયરસનાં ચેપનાં ફેલાવાને રોકવા માટે લાગુ લોકડાઉનને વધુ બે અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય કર્યો છે. હવે લોકડાઉન દેશભરમાં 17 મે સુધી ચાલુ રહેશે. જો કે, લોકડાઉન 3 માં સરકારે ઝોન મુજબ કેટલીક છૂટછાટો પણ આપી છે. લોકડાઉનનાં કારણે દારૂની દુકાનો ઘણા સમયથી બંધ હતી. હવે સરકારે ગ્રીન ઝોનમાં કેટલીક શરતો સાથે […]

India
4c7a391e15c5ea2be8ccde80f67dfd25 1 #Lockdown/ આ વિસ્તારોમાં શરતોને આધીન ખુલશે દારૂની દુકાન
4c7a391e15c5ea2be8ccde80f67dfd25 1 #Lockdown/ આ વિસ્તારોમાં શરતોને આધીન ખુલશે દારૂની દુકાન

કેન્દ્ર સરકારે શુક્રવારે કોરોના વાયરસનાં ચેપનાં ફેલાવાને રોકવા માટે લાગુ લોકડાઉનને વધુ બે અઠવાડિયા માટે વધારવાનો નિર્ણય કર્યો છે. હવે લોકડાઉન દેશભરમાં 17 મે સુધી ચાલુ રહેશે. જો કે, લોકડાઉન 3 માં સરકારે ઝોન મુજબ કેટલીક છૂટછાટો પણ આપી છે. લોકડાઉનનાં કારણે દારૂની દુકાનો ઘણા સમયથી બંધ હતી. હવે સરકારે ગ્રીન ઝોનમાં કેટલીક શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

શુક્રવારે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવા માર્ગદર્શિકામાં જણાવાયું છે કે ગ્રીન ઝોનમાં દારૂની દુકાનો અને પાનની દુકાનોને એક બીજાથી ઓછામાં ઓછા છ ફૂટનું અંતર સુનિશ્ચિત કરતા ચલાવવા દેવામાં આવશે અને સાથે સુનિશ્ચિત કરવાનું રહેશે કે દુકાન પર 5 થી વધુ લોકો હાજર ન રહે. આ સિવાય ઓરેંજ ઝોન અને રેડ ઝોનમાં દારૂની દુકાનો હાલ બંધ રહેશે. સરકાર તરફથી ગ્રીન ઝોનમાં ઘણા મોટા ફેરફારો થયા છે. બસો ગ્રીન ઝોનમાં દોડી શકશે, પરંતુ બસોની ક્ષમતા 50% કરતા વધુ નહીં હોય. એટલે કે, જો કોઈ બસમાં 50 બેઠકો હોય, તો તેમાં 25 થી વધુ મુસાફરો નહીં હોય. તેવી જ રીતે, 50% થી વધુ કર્મચારીઓ ડેપોમાં કામ કરશે નહીં. ગ્રીન ઝોનનાં જિલ્લાઓમાં આવશ્યક સેવાઓ અને માલ પૂરા પાડતી સંસ્થાઓ પણ 4 મે થી ખુલી જશે. સિનેમા હોલ, મોલ, જિમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વગેરે બંધ રહેશે.

દેશમાં કુલ 739 જિલ્લાઓ છે, જેમાંથી 3૦7 હજી પણ કોરોનાથી અછૂતા છે એટલે કે 40 ટકાથી વધુ. આ 319 જિલ્લાઓ ગ્રીન જોન્સ છે. 3 મે પછી આ જિલ્લાઓમાં કારખાનાઓ, દુકાનો, પરિવહન સહિતનાં નાના ઉદ્યોગો અને અન્ય સેવાઓ પણ શરતો સાથે સંપૂર્ણ ખોલી દેવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, જે જિલ્લાઓમાં છેલ્લા 21 દિવસથી કોરોના વાયરસનાં ચેપનો એક પણ કેસ નથી તેવા જિલ્લાઓને ગ્રીન ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.