Not Set/ લોકડાઉનનો શું આ અંતિમ તબક્કો? PM મોદીની રાજ્યોનાં CM સાથે આજે બેઠક બાદ સ્થિતિ થશે સ્પષ્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં લોકડાઉનને ખતમ કરવા તેમજ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે કોરોના વાયરસ વચ્ચે લોકોને કઈ પ્રકારની સુવિધાઓ આપવી જોઈએ. સુત્રો કહે છે કે, આ બેઠકમાં લોકડાઉન આગળ કરવામાં આવશે કે નહીં […]

India
2914d99597b78ae9bb5d3f8f47934b78 લોકડાઉનનો શું આ અંતિમ તબક્કો? PM મોદીની રાજ્યોનાં CM સાથે આજે બેઠક બાદ સ્થિતિ થશે સ્પષ્ટ
2914d99597b78ae9bb5d3f8f47934b78 લોકડાઉનનો શું આ અંતિમ તબક્કો? PM મોદીની રાજ્યોનાં CM સાથે આજે બેઠક બાદ સ્થિતિ થશે સ્પષ્ટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં લોકડાઉનને ખતમ કરવા તેમજ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવશે. બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કે કોરોના વાયરસ વચ્ચે લોકોને કઈ પ્રકારની સુવિધાઓ આપવી જોઈએ. સુત્રો કહે છે કે, આ બેઠકમાં લોકડાઉન આગળ કરવામાં આવશે કે નહીં તે અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

દેશમાં જે રાજ્યોમાં કોરોનાનાં કેસ ઝડપથી આગળ વધી રહ્યા છે, જેને લઇને વડા પ્રધાન સાથે બેઠક થઈ શકે છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર અને ગુજરાત વિશે વાત કરવામાં આવી શકે છે. આ દિવસોમાં પરપ્રાંતિય મજૂરો તેમના ઘરે જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કામદારો વિના અર્થવ્યવસ્થા કેવી ગતિ પાટા પર લાવવી, આ બેઠકનો મહત્વનો મુદ્દો પણ બની શકે છે. છેલ્લી મીટિંગમાં લોકડાઉન વચ્ચે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા વાટાઘાટો કરવામાં આવી હતી. ત્યારે આ બેઠકમાં લોકડાઉન ઉઠાવવુ કે નહી અને જો ખતમ કરવુ તો બાદમાં કોરોનાને રોકવા શું પગલા ભરવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.