Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં વધી રહ્યો છે કોરોના કહેર, છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા અધધ કેસ…

  કોરોનાવાયરસનો વિશ્વનાં દેશો સહિત ભારતમાં પણ કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ લાખ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 49 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા […]

India
 

કોરોનાવાયરસનો વિશ્વનાં દેશો સહિત ભારતમાં પણ કહેર વધી રહ્યો છે. અહેવાલો અનુસાર, વાયરસ 180 થી વધુ દેશોમાં ફેલાયો છે, તે અત્યાર સુધીમાં લગભગ સાડા ત્રણ લાખ લોકોનાં જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં 49 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. આ આંકડો દરરોજ વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં આ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,12,359 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાનાં 5,609 નવા કેસ નોંધાયા છે અને 132 લોકોનાં મોત નીપજ્યાં છે.

અત્યાર સુધીમાં 3,435 લોકોનાં મોત નીપજ્યાં છે, જો કે, 45,3૦૦ દર્દીઓ પણ આ રોગને માત કરવામાં સફળ રહ્યા છે. રિકવરી દર સતત સુધરી રહ્યો છે. તે 40.31 ટકા પર પહોંચી ગયો છે. દેશનાં તમામ રાજ્યોમાંથી વાયરસથી સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે, જો કે ઘણા એવા રાજ્યો છે જે આ રોગચાળાથી મુક્ત થયા છે.