
દેશનાં પરપ્રાંતિય મજૂરોનાં પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થઈ છે અને સર્વોચ્ચ અદાલતે વચગાળાનાં આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મજૂરો પાસેથી કોઈ ટ્રેન કે બસ ભાડું ન લેવાય, રાજ્ય સરકારે ભાડું ચૂકવવું જોઈએ.
લોકડાઉન બાદ સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે દેશનાં મોટા શહેરોમાંથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મજૂરોને પોતાના વતન પાછા ફરવાની ફરજ પડી હોવાના મુદ્દે આ મામલે સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે અમને મજૂરોની મુશ્કેલીઓ વિશે ચિંતા છે કે જેઓ તેમના મૂળ સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે સરકારો દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓમાં ઘણી ભૂલો છે. રજીસ્ટ્રેશન, ખોરાક અને પાણીની વ્યવસ્થામાં પરિવહનથી લઈને, દરેક જગ્યાએ નબળાઇ છે. આ કેસની સુનાવણી 5 જૂને થશે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, ‘જે જ્યા ફસાયુ છે તેને ત્યાની રાજ્ય સરકાર ભોજન આપવાની વ્યવસ્થા કરે. જ્યાં મદદ મળી રહી છે ત્યાંની માહિતી તેમને મોકલવા આવે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે. મીડિયામાં તેને વારંવાર બતાવવામાં આવી હતી. એવું નથી કે સરકાર પગલાં ભરી રહી નથી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે એવું નથી કહી રહ્યા કે સરકાર કંઇ કરી રહી નથી. પરંતુ સહાય જરૂરિયાતમંદો સુધી પહોંચી રહી નથી.
Supreme Court said that no bus/train fare shall be charged from migrant workers. They should be provided with food by the state; railways to provide food and water on trains.
— ANI (@ANI) May 28, 2020
