Not Set/ PM મોદી આવતી કાલે સવારે 11 વાગ્યે કરશે ‘Mann Ki Baat’

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ સંકટ વચ્ચે રવિવાર 31 મે નાં રોજ સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના ‘મન કી બાત‘ કાર્યક્રમમાં દેશ-વિદેશનાં લોકો સાથે તેમના વિચારો શેર કરશે. ઓલ ઈન્ડિયા રેડિયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત‘ કાર્યક્રમ માસિક રેડિયો કાર્યક્રમનો 65 મો એપિસોડ હશે. તેનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં […]

India
deccdf3a9f1ac7777f945a58ac640f13 PM મોદી આવતી કાલે સવારે 11 વાગ્યે કરશે 'Mann Ki Baat'
deccdf3a9f1ac7777f945a58ac640f13 PM મોદી આવતી કાલે સવારે 11 વાગ્યે કરશે 'Mann Ki Baat'

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ સંકટ વચ્ચે રવિવાર 31 મે નાં રોજ સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર તેમના મન કી બાતકાર્યક્રમમાં દેશ-વિદેશનાં લોકો સાથે તેમના વિચારો શેર કરશે. ઓલ ઈન્ડિયા રેડિયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતકાર્યક્રમ માસિક રેડિયો કાર્યક્રમનો 65 મો એપિસોડ હશે.

તેનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં પૂરા નેટવર્ક પર અને AIR News ની વેબસાઇટ www.newsonair.com અને newsonline મોબાઈલ એપ પર કરવામા આવશે. તે AIR, DD News, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં યુટ્યુબ ચેનલો પર લાઇવ સ્ટ્રીમ થશે. આકાશવાણી હિન્દી ટેલિકાસ્ટ પછી તુરંત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમો પ્રસારિત કરશે. પ્રાદેશિક ભાષાનું સંસ્કરણ પણ સાંજે આઠ વાગ્યે કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસ સંકટ અને લોકડાઉન વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશને સંબોધન કરશે. આ અગાઉ 27 એપ્રિલે તેમણે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના પહેલા સંબોધનમાં કહ્યું હતું કે, કોવિડ-19 સામેની લડતમાં દેશનો દરેક નાગરિક સૈનિક છે. વડા પ્રધાને કહ્યું કે, લોકો ભારતમાં કોરોના સામે લડત લડી રહ્યા છે, શાસન અને વહીવટ લોકો સાથે મળીને લડત લડી રહ્યા છે. પીએમ મોદીએ લોકોને મન કી બાતમાં કોરોના વોરિયર્સ બનવાની અપીલ કરી. વડા પ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા હેતુઓ માટે લોકોની ભાગીદારીની ભાવના વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.