Not Set/ યુવક-યુવતીઓમાં ઓનલાઈન ડેટિંગની લોકપ્રિયતા વધી, પણ રાખો આ બાબતનું ધ્યાન

આજે સમય પૂરૂ રીતે બદલાઇ ગયો છે. આ બદલાતા સમય સાથે હવે યુવક યુવતીઓની ડેટિંગની રીત પણ બદલાઈ રહી છે. જો કે હવે દિવસેને દિવસે ઓનલાઇન ડેટિંગની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. પરંતુ તમને જણાવી દઇએ કે, આ ઓનલાઇન ડેટિંગમાં પણ અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. ભલે તમારું બોન્ડીંગ ખુબ જ સારુ […]

Relationships
e856d52ecbfba3cd0a850f0ef99a750c યુવક-યુવતીઓમાં ઓનલાઈન ડેટિંગની લોકપ્રિયતા વધી, પણ રાખો આ બાબતનું ધ્યાન

આજે સમય પૂરૂ રીતે બદલાઇ ગયો છે. આ બદલાતા સમય સાથે હવે યુવક યુવતીઓની ડેટિંગની રીત પણ બદલાઈ રહી છે. જો કે હવે દિવસેને દિવસે ઓનલાઇન ડેટિંગની લોકપ્રિયતા વધતી જઈ રહી છે. પરંતુ તમને જણાવી દઇએ કે, આ ઓનલાઇન ડેટિંગમાં પણ અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે.

ભલે તમારું બોન્ડીંગ ખુબ જ સારુ હોય પણ ઓનલાઈન ડેટિંગમાં સાવધાનીથી આગળ વધવામાં આવે તો તે શ્રેષ્ઠ રહેશે. પહેલા ઈ-મેઈલ અને ચેટ દ્વારા સ્પષ્ટ કરી લો કે તમને એકબીજા પ્રત્યે રૂચી છે કે નહિં. ત્યારબાદ જ ફોન નંબરની આપ-લે કરો. વધારે પડતી ઉતાવળ સામેની વ્યક્તિને અજીબ લાગી શકે છે. એકબીજા સાથે સહજ થઇ ગયા પછી જ મુલાકાત કરવાનો નિર્ણય લો.

સૌ પ્રથમ તમે તમારા પ્રોફાઈલમાં સ્પષ્ટ અને આકર્ષક ફોટો લગાવીને અનેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકો છો. ફોટાને વધારે આકર્ષક બનાવવા માટે ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ ન કરો. તમારા નેચરલ રૂપરંગનાં આધારે પણ તમને જીવનસાથી મળી જશે.

ઓનલાઈન ડેટિંગની એક સારી વાત એ છે કે, તમે પહેલી મુલાકાત પહેલા જ કેટલાક સવાલ અને અપેક્ષાઓને સ્પષ્ટ કરી દો.

સુરક્ષિત ઓનલાઈન ડેટિંગનો પહેલો નિયમ છે કે, પોતાની વ્યક્તિગત જાણકારી કોઈ અજાણ્યા વ્યક્તિને ન આપો.

પોતાની ઓફિસ અને ઘરનું એડ્રેસ કોઈ અજાણી વ્યક્તિને ન આપો તેમજ પહેલી મુલાકાત સાર્વજનિક સ્થાન પર જ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.