Not Set/ રાહુલ ગાંધીનો સવાલ- શું કેન્દ્ર સરકાર પુષ્ટિ કરી શકે છે કે કોઈ ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા નથી?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સરકારને સવાલ કર્યો હતો કે ચીનની સરહદમાં તણાવ વચ્ચે કોઈ ચીની સૈનિક ભારતની સીમમાં પ્રવેશ કર્યો છે કે કેમ. તેમણે ટ્વીટ કર્યું, “શું ભારત સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?” પૂર્વી લદ્દાખમાં એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચે સતત ઘર્ષણ […]

India
d6eb478cd2699275ee0e618854a89b53 રાહુલ ગાંધીનો સવાલ- શું કેન્દ્ર સરકાર પુષ્ટિ કરી શકે છે કે કોઈ ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા નથી?
d6eb478cd2699275ee0e618854a89b53 રાહુલ ગાંધીનો સવાલ- શું કેન્દ્ર સરકાર પુષ્ટિ કરી શકે છે કે કોઈ ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા નથી?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે સરકારને સવાલ કર્યો હતો કે ચીનની સરહદમાં તણાવ વચ્ચે કોઈ ચીની સૈનિક ભારતની સીમમાં પ્રવેશ કર્યો છે કે કેમ. તેમણે ટ્વીટ કર્યું, “શું ભારત સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે કે કોઈ પણ ચીની સૈન્ય ભારતીય સીમામાં પ્રવેશ્યું નથી?”

પૂર્વી લદ્દાખમાં એલએસીને લઈને ભારત અને ચીન વચ્ચે સતત ઘર્ષણ થયાનાં સમાચાર મળી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીનાં નેતા રાહુલ ગાંધીએ ભારત સરકાર પર નિશાન સાધ્યું છે. લદ્દાખમાં ચીની સૈનિકોની કથિત ઘૂસણખોરી સંબંધિત અહેવાલોની પૃષ્ઠભૂમિમાં, રાહુલ ગાંધીએ બુધવારે સવાલ કર્યો કે શું સરકાર આ વાતની પુષ્ટિ કરી શકે છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીન અને ભારતનાં ઉચ્ચ સૈન્ય અધિકારીઓ એલએસી પરનાં વિવાદ વચ્ચે તેને હલ કરવાનો પ્રયાસ કરશે.

આ અગાઉ કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું હતું કે, ભારતની સરહદમાં ઘૂસણખોરી કરતી ચીની સેનાની નિર્દયતા પર મોદી સરકાર શા માટે મૌન છે. ભારતની સુરક્ષા અને પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમાધાન સ્વીકારી શકાય નહીં. ઘૂસણખોરી કથિત રીતે લદ્દાખમાં ગલવાન નદી વૈલી અને પાંગોંગ તળાવનાં વિસ્તારમાં થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.