Not Set/ કેજરીવાલ સરકારના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા દિલ્હી BJP અધ્યક્ષની કરાઈ અટકાયત

દિલ્હી સરકારનો વિરોધ કરી રહેલા દિલ્હી BJP અધ્યક્ષ  આદેશ કુમાર ગુપ્તાની પોલીસે અટકાયત કરી છે. ભાજપનો આરોપ છે કે દિલ્હી સરકાર કોરોના મહામારીને પહોંચી વળવા નિષ્ફળ ગઈ છે. આ માટે ભાજપના નેતાઓ રાજઘાટમાં વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા. આ પહેલા 1 જૂને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી કેજરીવાલ સરકારના વિરોધમાં રાજઘાટ […]

Uncategorized
d1eede18096c9f2510dba5d341914ead કેજરીવાલ સરકારના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા દિલ્હી BJP અધ્યક્ષની કરાઈ અટકાયત
d1eede18096c9f2510dba5d341914ead કેજરીવાલ સરકારના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા દિલ્હી BJP અધ્યક્ષની કરાઈ અટકાયત

દિલ્હી સરકારનો વિરોધ કરી રહેલા દિલ્હી BJP અધ્યક્ષ  આદેશ કુમાર ગુપ્તાની પોલીસે અટકાયત કરી છે. ભાજપનો આરોપ છે કે દિલ્હી સરકાર કોરોના મહામારીને પહોંચી વળવા નિષ્ફળ ગઈ છે. આ માટે ભાજપના નેતાઓ રાજઘાટમાં વિરોધ પ્રદર્શન કરવા ગયા હતા.

આ પહેલા 1 જૂને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ મનોજ તિવારી કેજરીવાલ સરકારના વિરોધમાં રાજઘાટ પહોંચ્યા હતા. આ પછી, તિવારી અને અન્ય કાર્યકરોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જણાવીએ કે અનલોક -1 ના નવા નિયમો હેઠળ દેશમાં ક્યાંય પણ વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર યથવાત છે. રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં કન્ટેનમેન્ટ  ઝોનની સંખ્યા પણ સતત વધી રહી છે. નવી માહિતી અનુસાર, દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 219 થઈ ગઈ છે. હાલમાં, ઉત્તર દિલ્હીમાં સૌથી વધુ 33 અને ઉત્તર પૂર્વ દિલ્હીમાં સૌથી ઓછા 4 કન્ટેન્ટમેન્ટ ઝોન છે.

આપને જણાવી દઈએ કે શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસ ચેપના નવા 1,320 કેસો સામે આવ્યા છે, કુલ કેસ વધીને 27,500 કરતા વધારે થયા છે, જ્યારે અત્યાર સુધીમાં આ મહામારીને કારણે કુલ 761 લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.